GSTV

ભાગેડુ વિજય માલ્યાના ખુલાસા પર રાહુલ ગાંધીએ કહ્યું, નાણાં પ્રધાન રાજીનામું આપે

Last Updated on September 12, 2018 by

દેશ છોડ્યા પહેલા નાણાં પ્રધાન અરૂણ જેટલી સાથે મુલાકાતવાળા ભાગેડુ વિજય માલ્યાના નિવેદન પર રાજનીતિ તેજ થઈ છે. ભાગેડુ માલ્યાના આ દાવાને લઈને કોંગ્રેસે બુધવારે મોદી સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા છે અને કહ્યું કે આ સમગ્ર મામલાની તપાસ થવી જોઈએ.

વિજય માલ્યાના નિવેદન બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નાણાં પ્રધાન અરૂણ જેટલી પાસેથી રાજીનામું માંગ્યુ છે. તેમણે ટ્વિટ કરી કહ્યું કે માલ્યા તરફથી લગાવવામાં આવેલા આરોપ ખૂબ જ ગંભીર છે અને આ મામલે વડાપ્રધાને તાત્કાલિક નિષ્પક્ષ તપાસ કરાવવી જોઈએ. રાહુલે કહ્યું કે તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી અરૂણ જેટલીએ નાણાં પ્રધાનના પદ પરથી રાજીનામું આપી દેવુ જોઈએ.

કોંગ્રેસે કહ્યું કે, આ મામલે સંપૂર્ણ ખુલાસો થવો જોઈએ. વ્યાપક સ્પષ્ટીકરણ આવવુ જોઈએ અને વ્યાપક તપાસ પણ થવી જોઈએ. કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે આ સ્પષ્ટ થવુ જોઈએ કે આ મુલાકાત ચાલતા-ચાલતા થઈ હતી કે પછી વ્યવસ્થિતપૂર્વક થઈ હતી. માલ્યાની વાત પરથી લાગે છે કે આ મુલાકાત વ્યવસ્થિત રીતે થઈ હતી.

Read Also: અરૂણ જેટલીએ કહ્યું, જેવું વિજય માલ્યા બોલ્યાં કે હું સમાધાનની ઓફર કરુ છું કે ત્યાં જ…

આ ખુલાસા બાદ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરી કહ્યું, ‘ભગોડોનો સાથ, લૂટેરોનો વિકાસ’ ભાજપનું એક માત્ર લક્ષ્ય છે. તેમણે કહ્યું, ‘મોદીજી, તમે લલિત મોદી, નીરવ મોદી, ‘અમારા મેહુલ ભાઈ’, અમિત ભટનાગર જેવા લોકોને દેશના કરોડો રૂપિયાની લૂંટ કરાવીને વિદેશ ભગાડી દીધા. વિજય માલ્યા તો શ્રી અરૂણ જેટલીને મળીને, વિદાય લઈને, દેશના પૈસા લઈને ભાગી ગયા છે? ચોકીદાર નહીં, ભાગીદાર છે!

ખરેખર, માલ્યાએ બુધવારે કહ્યું કે તેઓ ભારતથી રવાના થતા પહેલા નાણાં પ્રધાન સાથે મળ્યા હતાં. લંડનમાં વેસ્ટમિન્સ્ટર મેજીસ્ટ્રેટની કોર્ટમાં રજૂ થયેલા માલ્યાએ કહ્યું કે તેમની મંત્રી સાથે મુલાકાત થઈ હતી અને બેંકોની સાથે મામલાનું સમાધાન કરવાની રજૂઆત કરી હતી.

Related posts

BIG BREAKING : કોરોના રસીકરણમાં પણ ગુજરાત દેશમાં નંબર 1, અત્યારસુધી આટલા કરોડથી વધુ લોકોને અપાઈ રસી

Pritesh Mehta

Tokyo Olympics 2020 : ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ, પ્રથમ વખત ઓલિમ્પિક ક્વાર્ટર ફાઇનલમાં કર્યો પ્રવેશ

Vishvesh Dave

સાવધાન / બ્રિટિશ વૈજ્ઞાનિકોની ચેતવણી: મ્યૂટેશન કોરોના વાયરસને બનાવે છે સૌથી વધુ ખતરનાક, દર 3 માંથી 1 દર્દીનો લઇ શકે છે જીવ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!