GSTV

વિજય માલ્યા 62 વર્ષની ઉંમરે ગર્લફ્રેન્ડ સાથે લંડનમાં કરશે ત્રીજા લગ્ન

Last Updated on March 25, 2018 by Bansari

બેન્કોને આશરે 9000 કરોડ રૂપિયાનો ચૂનો લગાવીને લંડન ફરાર થઇ ગયેલો બિઝનેસમેન વિજય માલ્યા હાલ લંડનમાં છે. તેના પર મની લોન્ડ્રીંગનો કેસ ચાલી રહ્યો છે. પરંતુ આ વખતે તે અન્ય કારણસર ચર્ચામાં છે હકીકતમાં એવી ચર્ચાઓ થઇ રહી છે કે વિજય માલ્યા લંડનમાં લગ્ન કરવા જઇ રહ્યો છે. આ તેના ત્રીજા લગ્ન હશે. ખાસ વાત એ છે કે તે તે જ મહિલા સાથે લગ્ન કરવા જઇ રહ્યો થે જે તેની સાથે 2016માં ફરાર થઇ હતી. જો કે તેના લગ્નની સત્તાવાર પુષ્ટિ થઇ નથી. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે ટૂંક સમયમાં લગ્ન કરશે.

રસપ્રદ બાબત એ છે કે જે મહિલા સાથે વિજય માલ્યા લગ્ન કરશે તે પિંકી લાલવાની છે. આ તે જ પિંકી છે જે માલ્યા સાથે દરેક પરિસ્થીતિમાં ઉભી રહે છે. આ ઉપરાંત બંને ભારત છોડીને એક સાતે 2 માર્ચ 2016ના રોજ લંડન ફરાર થયાં હતાં. એક અહેવાલ અનુસાર બંનેએ સાથે મળીને તાજેતરમાં જ પોતાની ત્રીજી એનિવર્સરીનું સેલિબ્રેશન કર્યુ હતું.

પિંકી લાલવાનીએ વિજય માલ્યાની ચડતી-પડતીમાં સાથે આપ્યો છે. તેવામાં માલ્યા પર લંડનમાં ચાલી રહેલા કેસની સુનાવણી દરમિયાન પણ તેની સાથે જોવા મળી હતી. મિડિયા રિપોર્ટ્સ અનુસાર તેઓ ટૂંક સમયમાં લગ્ન કરશે. માલ્યા સાથે પિંકી 2011થી છે.

માલ્યાએ પિંકીને એક સમયે પોતાની કિંગફિશર રલાઇન્સમાં ફ્લાઇટ અટેન્ડન્ટની નોકરી આપી હતી. પછીથી તેમની વચ્ચે મિત્રતા થઇ હતી. લાલવાની કિંગફિશરની એરહોસ્ટેસ પણ રહી ચુકી છે. કિંગફિશરની એડમાં પણ તે જોવા મળી છે. કહેવામાં આવી રહ્યું છે કે તે માલ્યા સાથે નિયમિતરૂપે ટ્રાવેલ કરે છે. એક બ્લોગમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમણે લગ્ન કર્યા નથી પરંતુ તેઓ લિવ-ઇનમાં સાથે રહે છે. આટલા વર્ષો બાદ પણ માલ્યા અને પિંકીની દોસ્તી કાયમ છે. બ્લોગમાં જણાવવામાં આવ્યું છે કે માલ્યા જ્યારે પણ ભારતની બહાર રહેતો હતો ત્યારે તે મોટાભાગે લંડનમાં રહેતો હતો અને તે સમયે પિંકી તેની સાથે રહેતી હતી. ઉલ્લેખનીય છે કે માલ્યાએ પહેલા લગ્ન સમીરા તૈયબજી સાથે કર્યા હતા તે પછી તેણે રેખા માલ્યા સાથે બીજા લગ્ન કર્યા હતા.

Related posts

Agriculture : ભારતમાં શરૂ થઈ છે આ વિશેષ છોડની ખેતી, નથી પડતી ખાતરની જરૂર અને 25 દિવસમાં તૈયાર થઈ જાય છે પાક

Vishvesh Dave

તમારા કામનું / 1લી ઓગસ્ટથી લાગૂ થતા એ નિયમ વિશે જાણો, જેનાથી તમારી સેલરી, પેન્શન પર થશે સીધી અસર

Zainul Ansari

ફાયરિંગ/ અમદાવાદમાં ક્રાઈમ પેટ્રોલ ભજવાઈ : સીરિયલ જોઈને સંબંધી વેપારી પાસે માગી 5 લાખની ખંડણી, આ હતો પ્લાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!