GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

પાણીપૂરી વેચનારે રચ્યો નવો ઇતિહાસ, 17 વર્ષની ઉંમરમાં ફટકારી બેવડી સદી

મુંબઈના ૧૭ વર્ષીય યશસ્વી જયસ્વાલે વિજય હઝારે ટ્રોફી વન ડેમાં ઝારખંડ સામેની મેચમાં ૧૫૪ બોલમાં ૧૨ છગ્ગા અને ૧૭ ચોગ્ગા સાથે ૨૦૩ રન ફટકારતાં ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે યશસ્વી લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી યુવા વયે બેવડી સદી ફટકારનારો વિશ્વનો સૌપ્રથમ બેટસમેન બની ગયો છે.

સાઉથ આફ્રિકાના એલન બારોવના નામે હતો આ રેકોર્ડ

આ અગાઉ સાઉથ આફ્રિકાના એલન બારોવના નામે આ રેકોર્ડ હતો. જેણે ઈ.સ. ૧૯૭૫માં સાઉથ આફ્રિકાના ઘરઆંગણાના ક્રિકેટમાં ૨૦ વર્ષ અને ૨૭૩ દિવસની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે અગાઉના રેકોર્ડમાં ત્રણ વર્ષનો સુધારો કર્યો હતો. યશસ્વીએ ૧૭ વર્ષ અને ૨૯૨ દિવસની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરી હતી. 

કારકિર્દીમાં પહેલી વખત વિજય હઝારે ટ્રોફી સિઝનમાં રમી રહેલા યશસ્વીએ આરોન અને નદીમ જેવા ક્વોલિટી બોલરો ધરાવતી ઝારખંડની ટીમ સામે ઝમકદાર ઈનિંગ રમી હતી. તેનો સાથ આપતાં આદિત્ય તારેએ ૭૮ રન નોંધાવ્યા હતા, જેમાં ૬ ચોગ્ગા અને ૧ છગ્ગો સામેલ હતા. તિવારીએ બે વિકેટ ઝડપી હતી.

મુંબઈની ટીમે આ સાથે ત્રણ વિકેટે ૩૫૮ રનનો વિરાટ સ્કોર ખડો કર્યો હતો. જવાબમાં ઝારખંડની ટીમ ૩૧૯માં સમેટાઈ હતી, જેમાં વિરાટ સિંઘના ૭૭ બોલમાં ૧૦૦ રન સામેલ હતા. ધવલ કુલકર્ણીએ પાંચ વિકેટ ઝડપી હતી. આ સાથે યશસ્વીએ હઝારે ટ્રોફી ૨૦૧૯માં પાંચ મેચમાં ૫૮૫ રન ફટકાર્યા છે અને તમિલનાડુના બાબા અપરાજીતને પાછળ રાખી દીધો છે.

લિસ્ટ-એ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનારો ૭મો ભારતીય

મુંબઈનો યશસ્વી જયસ્વાલ ભારતીય લિસ્ટ-એ ક્રિકેટના ઈતિહાસમાં બેવડી સદી ફટકારનારો સાતમો ભારતીય બેટ્સમેન બની ગયો છે. અગાઉ રોહિત શર્મા ત્રણ વખત તેમજ સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ, શિખર ધવન, કે.કે.કૌશલ અને સંજુ સેમસન આવી સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે. સંજુ સેમસને ચાલુ સિઝનમાં જ હઝારે ટ્રોફીમાં બેવડી સદી ફટકારી હતી. હઝારે ટ્રોફીના ઈતિહાસમાં આ ત્રીજી બેવડી સદી હતી. યશસ્વી અને સેમસન ઉપરાંતની બેવડી સદી ઉત્તરાખંડના કે.વી. કુશલે ૨૦૧૮માં નોંધાવી હતી.

યશસ્વી પાણીપૂરી વેચીને ગુજરાન ચલાવતો

૧૦ વર્ષની ઉંમરે ઉત્તર પ્રદેશના ભદોહીથી નીકળીને માયાનગરી મુંબઈમાં ક્રિકેટર તરીકેની ઓળખ ઉભી કરવા આવેલા યશસ્વીને શરૃઆતમાં એક ગ્રાઉન્ડમેનની સાથે ટેન્ટમાં રહેવું પડયું હતુ. પોતાના પેટનો ખાડો પૂરવા માટે યશસ્વી આઝાદ મેદાનમાં રામલીલા થાય ત્યારે પાણીપૂરી તેમજ ફળ વેચતો. મુશ્કેલીઓ છતાં તેણે ક્રિકેટ રમવાનું જારી રાખ્યું. સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન યશસ્વીનો મિત્ર છે અને અર્જુને જ તેના પિતા સાથે યશસ્વીની મુલાકાત કરાવી હતી, જે પછી તેંડુલકરે તેને પોતાનું બેટ ભેટમાં આપ્યું હતું.

Read Also

Related posts

પહેલા મરધી આવી કે ઈંડુ: વિશ્વાસ નહીં આવે પણ અહીં સાચ્ચે જ મરધીએ ઈંડાની જગ્યાએ બચ્ચાને જન્મ આપ્યો !

Pravin Makwana

કોરોના સંક્રમિતોનાં આંકમાં રસિયાને પાછળ છોડી વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચ્યું ભારત

Mansi Patel

SBIની ગ્રાહકોને ચેતવણી : પાન કાર્ડ અને IT રિટર્નની જાણકારી વગર આટલા લાખથી વધુના ઉપાડ પર આપવો પડશે ટેક્સ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!