GSTV
Home » News » વિદેશમાં થતા પીએમ મોદીના કાર્યક્રમોને સફળ બનાવવા પાછળ આ વ્યક્તિનું છે ભેજું

વિદેશમાં થતા પીએમ મોદીના કાર્યક્રમોને સફળ બનાવવા પાછળ આ વ્યક્તિનું છે ભેજું

અમેરિકાના હ્યુસ્ટનમાં આયોજીત હાઉડી મોદી કાર્યક્રમમાં ફરી એક વખત આખી દુનિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જલવો નિહાળશે. જો કે દુનિયાના તમામ દેશોમાં વડાપ્રધાન મોદીના ધમાકેદાર કાર્યક્રમો યોજવા પાછળ અને બ્રાન્ડ મોદીને મજબૂત બનાવવા પાછળ એક મુખ્ય વ્યક્તિનું ભેજું છે. કોણ છે એ વ્યક્તિ અને તે કેવી રીતે મોદીના એકથી એક ચઢિયાતા કાર્યક્રમોનું આયોજન કરે છે. આવો જોઇએ આ ખાસ અહેવાલમાં.

વિશ્વના અનેક દેશોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વખતે તેમની ટ્રેડમાર્ક સ્ટાઇલ મુજબ છવાઇ જાય છે. દુનિયાભરમાં વસતા ભારતીયોમાં પીએમ મોદીની એક ઝલક નિહાળવાનું ગજબનાક આકર્ષણ જોવા મળે છે અને પીએમ મોદી પણ એકથી એક ચઢિયાતા મેગા-શો યોજી ભારતીયો પર રીતસરની ભૂરકી છાંટે છે. મેડિસન સ્કવેર હોય કે સિલિકોન વેલીમાં ગુગલ, એપલ, અને ફેસબુકના સીઈઓ સાથેની મુલાકાત હોય. મોદીના આ તમામ મેગા-શો પાછળ એક ભેજું મુખ્ય છે. એનું નામ છે વિજય ચૌથાઇવાલે.

વિજય ચૌથાઇવાલે વિશ્વના અનેક દેશોમાં વડાપ્રધાન મોદી માટે ધમાકેદાર આયોજન કરી ચૂક્યા છે. હ્યુસ્ટનના મેગા હાઉડી મોદી કાર્યક્રમમાં પણ ભીડ એકત્રિત કરવા માટે વિજય ચૌથાઇવાલેએ ત્યાંના ભારતીયો સાથે સંપર્ક સાધવા ખૂબ પરસેવો વહાવ્યો છે. વિજય ચૌથાઇવાલેએ કાર્યક્રમમાં સીટ બૂક કરવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની સુવિધા પણ શરૂ કરાવી. અને જોતજોતામાં 50 હજારથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન પણ કરાવી દીધું.

વિજય ચૌથાઇવાલે હાલ ભાજપના વિદેશ મામલાઓના પ્રભારી છે. તે બિનનિવાસી ભારતીયો એટલે કે એનઆરઆઇને ભાજપમાં જોડવાના મિશન સાથે જોડાયેલા છે. દુનિયામાં જ્યાં પણ પીએમ મોદીનો પ્રવાસ હોય છે. તેના મહિનાઓ પહેલા વિજય ચૌથાઇવાલે ત્યાં પહોંચી જાય છે અને કેમ્પેઇન શરૂ કરે છે. ત્યાંના ભારતીયો સાથે જોડાયેલા તમામ નાના-મોટા સંગઠનોનો સંપર્ક કરી તેમને પીએમના કાર્યક્રમમાં આવવા માટે તૈયાર કરે છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણી દરમ્યાન પણ એનઆરઆઇમાં મોદીની લોકપ્રિયતા વધારવામાં વિજય ચૌથાઇવાલેએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. વિદેશોમાં અનેક કાર્યક્રમોના માધ્યમથી તેમણે મોદીની તરફેણમાં માહોલ બનાવ્યો હતો.

વિદેશોમાં મોદીની લોકપ્રિયતાની અસર ભારતીય મતદારો પર પણ પડી.વિજય ચૌથાઇવાલે ભાજપ સાથે જોડાયા તે પહેલા વૈજ્ઞાનિક તરીકે કોર્પોરેટ સેક્ટરમાં જોબ કરતા હતા. બહુ ઓછા લોકોને ખબર હશે કે વિજય ચૌથાઇ વાલે મોલીક્યૂલર બાયોલોજિસ્ટ છે. સુત્રોના જણાવ્યા મુજબ જ્યારે 2014ની ચૂંટણી પૂર્ણ થઇ ત્યારે તેઓ ફરીથી કોર્પોરેટ સેક્ટરમાં પરત ફરવા માંગતા હતા. પરંતુ ભાજપ અધ્યક્ષ અમિત શાહે તેમને પક્ષ તરફથી વિદેશ વિભાગની જવાબદારી ઓફર કરી. જેનો વિજય ચૌથાઇવાલેએ સ્વીકાર કર્યો અને પહેલા કરતા પણ વધુ સફળ આયોજનો થકી વિદેશોમાં બ્રાન્ડ મોદીને વધુ મજબૂત કરી.

READ ALSO

Related posts

આવતીકાલે રિઝલ્ટ છે ત્યારે મહારાષ્ટ્રના આ સીએમ આ મહાદેવના શરણે પહોંચ્યા, પૂજા અર્ચના કરી નમાવ્યું શીશ

Bansari

આજે રિઝલ્ટ : શિવસેના અને અલ્પેશ ઠાકોરનું ભવિષ્ય નક્કી કરશે, કોંગ્રેસ હારી તો આ નેતાઓનું પદ ખતરામાં

Karan

સાઇદી અરબે છ ગુણા વધારી વીઝા ફી, હજ યાત્રીઓનો ભારે વિરોધ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!