GSTV

બિહાર/ મંત્રીના ઓએસડીને ત્યાં એસવીયુના દરોડા, સોનાના બિસ્કિટ સહિત કરોડોની સંપત્તિ જપ્ત

દરોડા

Last Updated on November 27, 2021 by Damini Patel

ઇડીએ પંજાબમાં ભ્રષ્ટાચાર મામલે પંજાબના મુખ્ય એન્જિનિયરને ત્યાં દરોડા પાડયા હતા, જે દરમિયાન આ અિધકારીઓના પાંચ લોકરમાંથી 6.70 કરોડ રૂપિયા મળી આવ્યા હતા. ઇડીએ મુખ્ય એન્જિનિયર સુરિંદર પાલ અને તેના સહયોગિઓને ત્યાં દરોડા પાડયા હતા. માત્ર બિહાર જ નહીં અન્ય રાજ્યોમાં પણ ઇડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

બિહારમાં ખનન મંત્રી જનક રામના ઓએસડી (ઓફિસર ઓન સ્પેશિયલ ડયૂટી) મૃત્યુંજય કુમારના ઘરે ઘણી મિલતક મળી હતી. તેમના ભાઇ ધનંજય કુમાર અને મહિલા મિત્ર રત્ના ચેટર્જી પણ કરોડોની માલિક હોવાનું સામે આવ્યું છે. સ્પેશિયલ વિજિલંસ યૂનિટના પટના, અરરિયા અને કટિહારમાં દરોડા પાડયા હતા.

30 લાખ રૂપિયા રોકડા મળ્યા

બિહારના ખનન મંત્રી જનક રામના ઓએસડીના ઘર પર એસવીયુના દરોડા પડયા હતા, ઓએસડી મૃત્યુંજય કુમાર બિહારના પ્રશાસનિક સેવાના અિધકારી છે. તેમના ભાઇ ધનંજય કુમાર અને મહિલા મિત્ર રત્ના ચેટર્જી પણ રડાર પર છે. તેમની પાસેથી એસવીયૂ ટીમને લાખોની સંપત્તિની જાણકારી મળી છે. રત્ના ચેટર્જીના અરરિયા સ્થિત ઘરેથી 30 લાખ રૂપિયા રોકડા મળ્યા હતા. તેમના ઘરેથી સોનાના બિસ્કિટ પણ મળી આવ્યા હતા.

ગેરકાયદે ધંધાની પણ શંકા છે. જે ગેરકાયદે સંપત્તિ જપ્ત કરાઇ છે તેમાં પટનામાં લોયલા સ્કૂલ પાસે 32 લાખ રૂપિયાની કિમતના ત્રણ હજાર વર્ગ ફુટ જમીનના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. રત્ના ચેટર્જીના નામે સિલીગુડીના પ્લેનેટ મોલમાં એક દુકાન પણ છે.

સિલીગુડીના એક ફ્લેટની પણ જાણકારી મળી છે જેની કિમત 33 લાખ રૂપિયા બતાવવામાં આવી છે. 30 સોનાના બિસ્કિટ, 45 લાખના જવેરાત, 33 લાખનો ફ્લેટ, 32 લાખની જમીનનો સમાવેશ થાય છે.

Read Also

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મહિન્દ્રાએ હીરો ઈલેક્ટ્રિક સાથે કરી ભાગીદારી, એક વર્ષમાં કરશે 10 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન

Vishvesh Dave

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!