થરાદ પંથકના ગામો અને ખેડૂતોની માંગણીઓ ઘણા લાંબા સમયથી ન સંતોષાતા થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત કલેક્ટરને રજુઆત કરવા પોહ્ચ્યા હતા.

થરાદ પંથકના 97 ગામોને કમાન્ડ એરિયામાં સમાવવામાં આવે તેમજ, ખેડૂતોને સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે, કાચા રસ્તાઓને પાકા બનાવવામાં આવે, નાગલા, ડોડગામ,ખાનપુર ગામોમાંથી પાણીની સમસ્યા દૂર કરવામાં આવે, સાથેજ ખેડૂતોને થયેલા પાક નુકસાનમાં સર્વે કરી તેમને વળતર ચુકવવામાં આવે, તેવી માંગ સાથે થરાદના ધારાસભ્ય દ્વાર, પ્રાંત કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે.
જો આ માંગણીઓ ન સંતોષાય તો ધારાસભ્ય આવતીકાલથી થરાદ કચેરીમાં ઉપવાસ આંદોલન કરશે તેવી ચિમકી પણ આપી છે.
- આંધ્રપ્રદેશમાં સીએમ જગમોહનના કાકાની મર્ડર મિસ્ટ્રી શું ચૂંટણીના પરિણામો બદલી શકશે?
- અમેરિકામાં રહે છે વિશ્વની સૌથી ઉંમરલાયક મરઘી, આ છે તેની વધુ ઉંમરનું કારણ, જાણશો તો નવાઈ લાગશે
- મોટા સમાચાર / કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો પાસેથી માંગ્યા રિપોર્ટ, ખેડૂતોને વળતર મળવાની આશા
- 28 માર્ચના રોજ જોવા મળશે આકાશમાં આ ઘટના, સૂર્ય આથમતી વખતે દુરબીન હોય કે ના હોય તૈયાર રહેજો
- રાજકારણ / મમતા-અખિલેશ જોડાણ મુદ્દે કોંગ્રેસનો અહંકાર, કોંગ્રેસ વિના વિપક્ષનો કોઈ મોરચો શક્ય નથી!