આ સપ્તાહથી શરૂ થતી જાપાનની પારંપરિક રમત બેઝબોલ અને ફૂટબોલની લીગ મેચોમાં પ્રેક્ષકોને મંજૂરી આપવામાં આવશે. સોમવારે બંને લીગના વડાઓએ આ અંગેની જાહેરાત કરી હતી. ફૂટબોલ અને બેઝબોલ અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રશંસકોને શુક્રવારે પ્રથમવખત સ્ટેડિયમમાં આવવાની મંજૂરી આપવામાં આવશે.
50 ટકા દર્શકોને સ્ટેડિયમમાં લાવવાની યોજના
જેમાં મહત્તમ 5000 દર્શકો અને 10,000 થી ઓછી ક્ષમતાવાળા સ્ટેડિયમમાં 50 ટકા પ્રેક્ષકોને મંજૂરી આપવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે, તેઓ પહેલી ઓગસ્ટથી 50 ટકા દર્શકોને સ્ટેડિયમમાં લાવવાની યોજના પર કામ કરશે. જાપાની ફૂટબોલ લીગના પ્રમુખ મિત્સુરૂએ કહ્યું કે, ‘અમે આ માર્ગદર્શિકા પર નજર રાખીશું અને તેમાં મહત્વપૂર્ણ બદલાવ થાય છે કે કેમ તેના પર નજર રાખીશું.

જાપાનમાં લગભગ 1000 લોકો મૃત્યુ પામ્યા
જો કોઈ મોટો ફેરફાર ન કરવો પડે તો અમે મૂળ યોજના મુજબ આગળ વધીશું.’ કોરોના વાયરસથી જાપાનમાં લગભગ 1000 લોકો મૃત્યુ પામ્યા છે, પરંતુ તાજેતરમાં ટોક્યોમાં કેસોમાં વધારો થયો છે. જાપાનમાં આ વર્ષે યોજાનારી ઓલિમ્પિક ગેમ્સને પણ એક વર્ષ માટે પાછળ ઠેલવામાં આવી છે.
READ ALSO
- સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કરી જાહેરાત, આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 5 મજૂરોના પરિવારને આપશે 25 લાખ
- દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે
- સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…
- મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો
- ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન કરશે કમબેક, એક તસવીરે આપ્યો આ સંકેત….