વિદ્યા બાલનની શોર્ટ ફિલ્મ ‘નટખટ’ને લઈને એક મોટી ખબર સામે આવી છે. આ ફિલ્મ ઓસ્કરની રેસમાં સામેલ થઈ શકે છે. ખરેખર હાલમાં જ ‘નટખટ’ ને બેસ્ટ ઓફ ઈંડિયા શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ 2020ના ત્રીજા સંસ્કરણમાં મુખ્ય પુરસ્કાર જીત્યુ છે. જે તેને ઓસ્કર નોમિનેશન માટે યોગ્ય બનાવે છે.
ફિલ્મ મારા માટે અવિશ્વનિય રૂપથી નજીક
આ ફિલ્મના નિર્દેશન શાન વ્યાસ છે. આ ફિલ્મ પિતૃસત્તા અને નેગેટિવ મર્દાનગી જેવા કડક મુદ્દાઓને ઉઠાવે છે. તેથી રિલીઝના સમયે પણ આ ફિલ્મ ખૂબ ચર્ચામાં રહી હતી. આ ફિલ્મ ઘણા અન્ય સંવેદનશીલ મુદ્દાને ટચ કરે છે. જેમ કે, લિંગ ભેદ, બળાત્કાર, ઘરેલુ હિંસા વગેરે.
ફિલ્મ મારા માટે અવિશ્વનિય રૂપથી નજીક
તમને જણાવી દઈએ કે, આ ફિલ્મથી અભિનેત્રી વિદ્યા બાલનને બોલીવુડમાં એક નિર્માતા ડેબ્યુ કર્યું હતુ. નટખટનો વર્લ્ડ પ્રીમિયર પ્રતિષ્ઠિત ‘વી આર વનઃ એ ગ્લોબલ ફિલ્મ ફેસ્ટિવલ’ માં થયુ હતુ. આ ફિલ્મ પર વાત કરતા વિદ્યા બાલને કહ્યું કે, અમારી ફિલ્મે પહેલા પુરસ્કાર જીત્યુ છે. જેનાથી આપણે બધા ખૂબ જ ખુશ છે. હવે આ સીધા ઓસ્કર માટે આગળ વધી શકે છે. આ ફિલ્મ મારા માટે અવિશ્વનિય રૂપથી નજીક છે. કારણ કે, તેમાં મને અભિનેતા અને નિર્માતાની બેવડી ભૂમિકાઓ નિભાવવાની તક આપી છે.
READ ALSO
- જગદીપ ધનખડ, કિરણ રિજ્જુ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં પીઆઈએલ, સુપ્રીમ કોર્ટ કોલેજિયમ વિરુધ્ધ ટિપ્પણી કરવાનો છે મામલો
- આણંદ / વ્યાજખોરોના ત્રાસથી પાનની દુકાન ચલાવનારે કરી આત્મહત્યા
- હિમપ્રપાત / જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં ભૂસ્ખલન, 2 વિદેશી નાગરિકોના મોત
- નવી ટેક્સ વ્યવસ્થા વિ જૂની / શું તમે મહિને 1 લાખ રૂપિયા કમાઓ છો? તો તમારા માટે કઈ કર વ્યવસ્થા વધુ સારી છે?
- બજેટમાં એરપોર્ટ બનાવવાની જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં છેડાયો સવાલ, કોને વેચવામાં આવશે?; અદાણીને કે અંબાણીને?