GSTV

શકુંતલા દેવીની બાયોપિકમાં જોવા મળશે વિદ્યા બાલન, મેકર્સે બતાવી પહેલી ઝલક

ફિલ્મ મીશન મંગલમાં સાયન્ટિસ્ટની ભૂમિકા નીભાવનારી અભિનેત્રી વિદ્યા બાલન હવે એક વાર ફરી પડદા પર રિયલ ભૂમિકા નિભાવી રહી છે. વિદ્યાની આગલી ફિલ્મ ગણિતજ્ઞ શકુંતલા દેવી પર આધારિત છે. આ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ચૂક્યો છે. ફિલ્મ મેકર્સે વિદ્યા બાલનનો લુક બતાવ્યો છે જેને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

તેમાં વિદ્યા બાલન રેડ કલરની સાડીમાં જોવા મળી રહી છે. તેના વાળ નાના છે અને માથા પર ચાંલ્લો કરેલો દેખાય છે. શકુંતલા દેવી ગણિતની જીનિયસ તરીકે મશહૂર છે અને તેનું નામ ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. જાણકારી છે કે ફિલ્મનું શૂટિંગ લંડનમાં શરૂ થઈ ચૂક્યું છે.

ફિલ્મની રિલીઝ ડેટને લઈ કોઈ જાણકારી સામે આવી નથી. વિદ્યાની ફિલ્મ મિશન મંગલની વાત કરીએ તો તે દર્શકોને ઘણી પસંદ આવી હતી. બોક્સઓફિસ પર તે 200 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે. તેમાં વિદ્યાની સાથે અક્ષય કુમાર અને તાપસી પન્નુ જેવા કલાકારોએ પણ કામ કર્યું છે.

Read Also

Related posts

ફ્લિપકાર્ટ તેના ગ્રુપમાં 25,000 ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ કરશે, આ ત્રણ કંપનીઓ સાથે કરશે ભાગીદારી

Mansi Patel

કામની વાત/ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ નહીં કરવા પર થશે અનેક ફાયદા, મળશે આટલુ ટકાનું ડિસ્કાઉન્ટ

Bansari

બગોદરા-વટામણ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત પાંચ ઘાયલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!