GSTV
Astrology Life Trending

Vidur Niti/ આવા લોકોથી હંમેશા રહો સાવધાન, સામે વાળાનું મોઢું જોઈને કરે છે વાત

મહાત્મા વિદુર વિદ્વાન અને દૂરદર્શી વ્યક્તિ હતા. વિદુરજી મહાભારતના મુખ્ય પાત્રોમાંથી એક હતા. તેઓ હંમેશા સત્ય અને ધર્મના માર્ગે ચાલ્યા. તેઓ હસ્તિનાપુરના મહાસચિવ હતા. તેમની બુદ્ધિમત્તા જોઈને મહારાજા ધૃતરાષ્ટ્રે તેમને પોતાના સલાહકાર તરીકે નિયુક્ત કર્યા.

વિદુર નીતિમાં વ્યક્તિને જીવન જીવવાની કળા કહેવામાં આવી છે. તેમા મનુષ્યના ગુણોની ચર્ચા કરી છે. વિદુર નીતિ અનુસાર જે વ્યક્તિ આ વાતોનું આચરણ કરે છે. તે જીવનમાં ખુશ રહે છે. મહાત્મા વિદુરે વિદુરમાં આવા લોકો વિશે ચર્ચા કરી છે જેમનાથી લોકોએ સાવધાન રહેવું જોઈએ.

જે લોકો સામેની વ્યક્તિનો ચહેરો જોઈને વાત કરે છે તેનાથી સાવધાન રહો, તેઓ ભરોસાપાત્ર નથી

વિદુર નીતિ અનુસાર એવા વ્યક્તિઓથી હંમેશા સાવધાન રહેવું જોઈએ. જે સામેની વ્યક્તિનો ચહેરો જોઈને વાત કરે છે. વિદુરજી કહે છે કે જે વ્યક્તિ સામેની વ્યક્તિનો ચહેરો જોઈને વાત કરે છે તેના પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ. જે વ્યક્તિ આવા લોકોમાં વિશ્વાસ રાખે છે. તેને ભવિષ્યમાં ભારે નુકસાન સહન કરવું પડી શકે છે. જ્યારે મહારાજાએ આવી વ્યક્તિ વિશે વિગતવાર જાણવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે વિદુરે કહ્યું કે મહારાજા જે વ્યક્તિ એક જ ઘટના વિશે દરેકને જુદી જુદી રીતે વાત કરે છે, એટલે કે તે કોઈને કંઈક અને બીજાને કંઈક.

આવા લોકોનું ચારીત્ય ખૂબ જ શંકાસ્પદ હોય છે. વિદુરજી કહે છે કે આવા લોકો સંબંધોમાં શંકા પેદા કરે છે. તેથી તેમની વાતની પુષ્ટિ કર્યા વિના કોઈ પગલું ન ભરવું જોઈએ. વિદુરજી કહે છે કે આવા વ્યક્તિઓ બીજાની નજરમાં ચડિયાતા રહેવા અને પોતાનો ઉલ્લુ સરખો કરવા માટે કરે છે, પરંતુ જ્યારે તેમનું સત્ય બહાર આવે છે ત્યારે આવી વ્યક્તિઓ નિંદાનો પાત્ર બની જાય છે.

Read Also

Related posts

BCCI નવી પસંદગી સમિતિ/ આ અનુભવી ખેલાડીઓએ કરી અરજી

Padma Patel

શું પાટણ અને મહેસાણામાં ફરી બાજી પલટાશે?  ભાજપને ખોવાયેલી જમીન પાછી મળવાની આશા

HARSHAD PATEL

દુર્ઘટના ટળી/ બે હિસ્સામાં વહેંચાઈ ગઈ ચાલુ ટ્રેન, 200 મીટરથી વધુ આગળ નીકળી ગયું એન્જિન, 1 હજાર લોકોનો થયો આબાદ બચાવ

HARSHAD PATEL
GSTV