GSTV

બનાસકાંઠાની વિદ્યાર્થિનીની આર્મેનિયામાં અત્યંત ગંભીર સ્થિતિ,માતા પિતાએ મદદ માટે લગાવી ગુહાર

બનાસકાંઠાની વિદ્યાર્થિની યુરોપના દેશ લોકડાઉનનાં કારણે આર્મેનિયામાં ફસાઈ છે. વિદ્યાર્થીની તબીબી હાલત અત્યંત ગંભીર છે. ભૂમિ ચૌધરીને છેલ્લા 19 દિવસથી આઇસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે.  બીમારીના કારણે ભૂમિને મગજ, ફેફસા તેમજ કિડની પર અસર થઈ છે. પોતાની પુત્રીને ભારત લાવવા માતા પિતા પ્રયાસ કરી રહ્યા છે.

યુવતીને એનસેફાલોમનજાઈટીસ નામનો જીવલેણ રોગ

પરંતુ કોરોનાના કારણે કોઈ પણ એરલાઇન્સ કે પાઇલોટ ભારત આવવા તૈયાર નથી.  પુત્રીને ભારત લાવવા માટે માતા-પિતાએ કેન્દ્ર તેમજ ગુજરાત સરકાર પાસે સોશિયલ મિડીયા દ્વારા મદદ માગી છે.  તો  યુરોપના ડોકટર્સ ભૂમિને  એર એમ્બ્યુલન્સથી ભારત લઇ જવા જણાવી રહ્યા છે. હાલ યુવતી જીવન મરણ વચ્ચે જીવી રહી છે.ત્યારે યુવતીનાં માતા પિતા એર એમ્બયુલન્સથી ભારત લાવવા સરકાર પાસે મદદ માંગી છે.

પુત્રીને ભારત લાવવા માટે માતા-પિતાએ કેન્દ્ર તેમજ ગુજરાત સરકાર પાસે સોશિયલ મિડીયા દ્વારા મદદ માગી

બનાસકાંઠાના ડીસામાં વસવાટ કરતી ભૂમી ચૌધરી મેડિકલનાં અભ્યાસ અર્થે યુરોપીયન દેશ અરમેનિયા ગઈ હતી. ત્યારે તેને અચાનાક તેની તબિયત બગડતા સારવાર અર્થે ત્યાંની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, સારવાર દરમ્યાન ડોક્ટરોને જાણ થઈ કે આ યુવતીને એનસેફાલોમનજાઈટીસ નામનો જીવલેણ રોગ થયો છે, જેથી યુવતીનાં શરીરના અંગો ધીમે ધીમે કાર્યરત કરતા બંધ થવાથી તેની મેડિકલ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. ત્યાનાં તબિબોએ જણાવ્યું કે યુવતી ત્રણ દિવસથી વધુ જીવી શકે તેવી સ્થિતિ નથી.

READ ALSO

Related posts

મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો

Pravin Makwana

ઘાસચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલુ યાદવની તબિયત લથડી, રાંચીના રિમ્સમાં છે દાખલ

Pravin Makwana

આકરા સવાલો જવાબ/ ગૃહમંત્રી અમિત શાહનું અકાઉન્ટ બ્લોક કરતા જવાબ આપવામાં પરસેવો છૂટી ગયો, કોણે આપ્યો આવો અધિકાર !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!