ગુજરાત રાજ્યાના ગાંધીનગર ખાતો વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે.જેમાં ITI ગાંધીનગર ખાતે Nation Skill Qualification Framework –NSQF કક્ષાના અને ઔધોગિક જરૂરીયાત આધારિત ટૂંકા ગાળાના કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે. ITIમાં શરૂ કરાયેલ ટૂંકા ગાળાના કોર્ષમાં કોમર્સ અથવા સંલગ્ન વિષયમાં સ્નાતક માટે ૧૦૦ કલાકના સમયગાળાનો Goods and Service Tax (GST), Accounts Assistant, ધોરણ ૧૨ પાસ માટે ૨૦૦ કલાકનો Mutual Fund Agent તેમજ ITI માટે ૩૬૦ કલાકનો Smart Phone Repair Technicianનો સમાવેશ થાય છે.

ગાંધીનગરમાં સેક્ટર-૧૫ ખાતેની ITI શરૂ
ગાંધીનગરમાં સેક્ટર-૧૫ ખાતેની ITIમાં શરૂ કરાયેલ આ ટૂંકા ગાળાના કોર્ષમાં પ્રવેશ ઈચ્છુક ઉમેદવારોએ વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મેળવી લેવાનો રહેશે. કોર્ષમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભરવા તથા વધુ માહિતી માટે નજીકની ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે સવારે ૧૧ થી ૫ કલાક દરમિયાન સંપર્ક કરવાનો રહેશે તેમ ITI ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
READ ALSO
- ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો
- Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા
- IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ
- રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી
- Vitamin D Deficiency: વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે પીઓ આ હેલ્ધી ડ્રીંક્સ