સરકારે સાલ 2004થી દેશભરમાં જૂની પેન્શન સ્કીમ બંધ કરી દીધી છે અને સરકારી કર્મચારીઓ માટે આ જ સૌથી મોટા વસવસાનું કારણ છે. સમાજવાદી પાર્ટીએ આ વખતની વિધાનસભા ચૂંટણીમાં વચન આપ્યું હતું કે તે સત્તામાં આવશે તો જૂની પેન્શન સ્કીમ ફરીથી લાગુ કરશે. તેના આ વચનનું પરિણામ એ આવ્યું છે કે બેલેટ પેપરમાં સમાજવાદી પાર્ટીને ભાજપ કરતાં વધારે મત મળ્યા છે. ભાજપ અને તેના સાથી દળોને બેલેટ પેપરમાં 1,47,407 મત મળ્યા છે.

સપાની સરકાર બની નથી પરંતુ આ મુદ્દાએ તેમને બેઠક વધારવામાં મદદ જરૂર કરી
જ્યારે સમાજવાદી પાર્ટીને 2,27,234 મત મળ્યા છે. 403માંથી માત્ર 78 બેઠક એવી હતી જ્યાં ભાજપ અને તેના સાથી દળોને સમાજવાદી પાર્ટી કરતાં વધારે મત મળ્યા હોય. તેનો અર્થ એવો થાય છે કે ઉત્તરપ્રદેશમાં સરકારી કર્મચારીઓ સમાજવાદી પાર્ટીની સરકાર બને એવું ઈચ્છતાં હતા. ભલે સપાની સરકાર બની નથી પરંતુ આ મુદ્દાએ તેમને બેઠક વધારવામાં મદદ જરૂર કરી છે. 2017ની વિધાનસભામાં સમાજવાદી પાર્ટી પાસે કેવળ 47 બેઠક હતી, આ વખતે તે વધીને 121 થઈ ગઈ છે. રાજસ્થાન સરકાર ટૂંક સમયમાં જૂની પેન્શન સ્કીમ ચાલુ કરવાની છે. આવનારી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં જૂની પેન્શન સ્કીમ ચાલુ કરવાનો મુદ્દો ઉછળશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
READ ALSO
- શેરબજારોમાં દૈનિક સરેરાશ કેશ વોલ્યુમ્સમાં છેલ્લા ૧૧ વર્ષમાં સૌથી મોટો ઘટાડો
- BIG NEWS: દિલ્હીમાં PM મોદીના વિરોધમાં ‘Poster War’ પોલીસે દાખલ કરી 44 FIR
- અમેરિકા તથા યુરોપમાં બેન્કોમાં નબળાઈની અસર આઇટી સેક્ટરમાં મોટાપાયે જોવા મળશે, આવું છે કારણ
- સોનામાં રેકોર્ડ તેજીના વળતા પાણી ક્રૂડતેલના ભાવ જો કે ફરી ઉંચકાયા
- વૈશ્વિક સ્તરે હાલમાં સર્જાયેલી નાણાંકીય અસ્થિરતાના ભારત પર મોટા પરિણામો જોવા નહીં મળે : RBI