GSTV

વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણી પાછળ ઠેલાશે, કોરોનાને રોકવાના કાર્યમાં સરકાર અને તંત્ર વ્યસ્ત હોવાનું જણાવ્યું

વિધાનસભાની ચૂંટમણીમા કોંગ્રેસને બે બેઠક ન મળે અને ભાજપના ત્રણમાંથી બે બેઠક પર વિજય મળી જાય તેવી ગણતરીથી કોંગ્રેસના આઠ ધારાસભ્યએ તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દેતાં ખાલી પડેલી વિધાનસભાની આઠ બેઠકની પેટા ચૂંટણી હજીય ત્રણથી ચાર મહિના લંબાઈ શકે છે. આ માટેના નિર્ણયની ટૂંક સમયમાં ગુજરાતના ચૂંટણી આયોગ તરફથી જાહેરાત કરવામાં આવે તેવા નિર્દેશો મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 15મી સપ્ટેમ્બર પૂર્વે ચૂંટણી યોજી દેવી બંધારણીય જોગવાઈ પ્રમાણે અનિવાર્ય છે તે જોતાં પેટા ચૂંટણીની જાહેરાત થઈ જવી જોઈતી હતી. પરંતુ કોરોના અને વેપાર ઉદ્યોગમાં વધી રહેલી મંદીની અસરને પરિણામે સરકાર પેટાચૂંટણી ત્રણથી ચાર મહિના મોડેથી યોજવામાં આવે તેવા નિર્દેશો મળી રહ્યા છે. જોકે ચૂંટણી અધિકારી આ અંગે જવાબ આપવાનું ટાળી રહ્યા છે.

15મી સપ્ટેમ્બર પૂર્વે ચૂંટણી યોજી દેવી બંધારણીય જોગવાઈ પ્રમાણે અનિવાર્ય

ગુજરાત ભાજપ તરફથી જ ચૂંટણી પંચના આ માટે પત્ર લખવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. તેનું કારણ આપતા જાણકાર સૂત્રો કહે છે કે કોરોનાના સંક્રમણના બહાના હેઠળ ભાજપ આ ચૂંટણી પાછળ ઠેલવા માગે છે. ગુજરાતની પ્રજા ભાજપથી નારાજ છે. તેમ જ કોરોના સંક્રમણના કેસો દબાવીને વાસ્તવિક સ્થિતિને બહાર ન આવવા દઈને તેમણે માત્ર સંક્રમણને અટકાવવામાં સારી કામગીરી કરી હોવાનો દેખાવ જ કર્યો હોવાનું લાગતા ગુજરાતની પ્રજા ભાજપથી ખાસ્સી નારાજ છે.

ગુજરાતની પ્રજા ભાજપથી નારાજ

આ નારાજગીની અસર ચૂંટણીના પરિણામો પર પડવાના અને મોટાભાગની બેઠકો ગુમાવવી પડે તેવી દહેશત છે. તેથી જ તેઓ પણ ચૂંટણી હાલ તુરંત ન થાય તેવી ગણતરી માંડીને બેઠાં છે. ભાજપને આઈબી તરફથી આપવામાં આવેલા અહેવાલોએ પણ મતદારોમાં ભાજપ વિરોધી હવા હોવાનો નિર્દેશ આપી રહ્યા છે. ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીનું કહેવું છે કે 15મી સપ્ટેમ્બર સુધીની કટ ઓફ ડેટ છે. આગામી બે ચાર દિવસમાં આ અંગે નિર્ણય આવવો જ જોઈએ. આગામી બેથી ત્રણ દિવસમાં પેટાચૂંટણી યોજાશે કે કેમ તે અંગેનું ચિત્ર ક્લિયર થઈ જવાની સંભાવના છે. ભાજપ સાથે સોદા બાજી કરીને કોન્ગ્રેસમાંથી રાજીનામું આપી દેનારા કોન્ગ્રેસી ધારાસભ્યોની ખાલી પડેલી બેઠક પર સપ્ટેમ્બરમાં ચૂંટણી યોજવાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું.

નારાજગીની અસર ચૂંટણીના પરિણામો પર પડવાના અને મોટાભાગની બેઠકો ગુમાવવી પડે તેવી દહેશત

આ માટે 31મી જુલાઈ સુધીમાં દરેક રાજકીય પક્ષને આ અંગે તેમના મંતવ્ય મોકલી આપવા જણાવવામાં આવ્યું હતું. પરંતુ ભાજપ તરફથી ચૂંટણી પંચને કરવામાંઆવેલી રજૂઆતમાં કોરોનાની મહામારી અને વૈશ્વિક મંદીની અસર પ્રબળ હોવાથી વેપાર ઉદ્યોગો ત્રસ્ત છે ત્યારે ચૂંટણી યોજવા માટે આ અનુકૂળ સમય ન હોવાનો મત વ્યક્ત કરવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતા તરીકે મજબૂત રીતે ઊભરી રહેલા હાર્દિક પટેલને આ અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે કોરોનાની મહામારીમાં નિર્માણ થયેલી સ્થિતિને કારણે પ્રજાની ભાજપ સરકાર પરત્વે નારાજગી છે. અત્યાર સુધી આ અંગે જાહેરાત થઈ નથી.

કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીનું કહેવું છે કે 15મી સપ્ટેમ્બર સુધીની કટ ઓફ ડેટ

તેના પરથી પ્રજાજનોના રોષની અસર ભાજપ માટે પેટાચૂંટણી જીતવાની તકને ઓછી કરી દે તેવા ભયથી પણ ભાજપ ચૂંટણી ન યોજાય તેવું ઇચ્છી રહ્યો હોય તેવી સંભાવનાને નકારી શકાતી નથી. ચૂંટણી પ્રચારની કામગીરી હાર્દિક પટેલને સોંપવામાં આવી હોવાથી સૌરાષ્ટ્રની પાંચેક બેઠકો ભાજપે ગુમાવવી પડે તેવી પણ શક્યતા રહેલી છે. પરાજયનો ભય પણ ભાજપ દ્વારા ચૂંટણી પંચને લખવામાં આવેલા પત્રના માધ્યમથી છલકાઈ રહ્યો હોવાનું જાણકારોનું કહેવું છે.

વર્તમાન સંજોગમાં ગુજરાતનો મધ્યમ વર્ગ ને ગરીબ વર્ગ ભાજપથી ખાસ્સો નારાજ હોવાના હેવાલોને કારણે ભાજપે પેટાચૂંટણી થોડા સમય માટે મુલતવી રાખવાની માગણી કરી હોવાનું માનવામાં આવે છે. બીજીતરફ મંદીને પરિણામે અને કોરોનાના કાળમાં પગારદારોના પગારમાં કાપ આવ્યા હોવાથી અને તેમને સમયસર પગાર કંપનીના માલિકો દ્વારા ન અપાયા હોવાથી કામદારોથી માંડીને વ્હાઈટ કોલર જોબ કરનારાઓ તેમનાથી નારાજ છે.

આ માલિકો સામે પગલાં લેવામાં ગુજરાત સરકારની લેબર કમિશનરની કચેરી પગલાં લેવામાં નિષ્ફળ રહી છે. તેથી નોકરિયાતો અને ગરીબો પણ ભાજપના વર્તમાન શાસકોથી નારાજ હોવાનું જણાય છે. પરિણામે પેટા ચૂંટણી યોજાય તો આઠમાંથી પાંચથી છ બેઠક ભાજપે ગુમાવવી પડે તેવા ઇન્ટેલિજન્સ બ્યુરોના કહેવાતા રિપોર્ટને કારણે પણ વિધાનસભાની આઠ બેઠકો માટે પેટા ચૂંટણી ત્રણથી ચાર મહિના પાછી ઠેલવાની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે.

READ ALSO

Related posts

સંસદમાં હોબાળાનો દિવસ: ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે એવી કઈ ટિપ્પણી કરી કે, ચાર વખત સંસદની કાર્યવાહી થઈ ઠપ્પ

Pravin Makwana

દિલ્હી સરકારનો મહત્વનો નિર્ણય: કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને રાખી આપ્યો આદેશ, આ તારીખ સુધી બંધ રહેશે શાળાઓ

Pravin Makwana

શાળાઓની ફી મુદ્દે હાઈકોર્ટના હુકમ બાદ શાળા સંચાલક મંડળે કહ્યું, અમને ન્યાયાલય પાસે અનેક આશાઓ હતી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!