કોંગ્રેસે પેટાચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત કરતા કોંગ્રેસમાં વિવાદના વંટોળની શરૂઆત થઈ છે. અબડાસા બેઠક પરથી કોંગ્રેસ શાંતિલાલ સેંઘાણીને ટિકિટ આપતા કૈલાશદાન ગઢવીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ.. તેમણે આ સાથે કોંગ્રેસનું પ્રભારી અને પ્રમુખ પદ પણ છોડ્યુ છે. તેમણે જણાવ્યુ હતુ કે, પાર્ટી દ્વારા પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારને ટિકિટ આપવામાં આવી છે.
- વિધાનસભા પેટાચૂંટણી પહેલા કાંગ્રેસમાં ભંગાણ
- કોંગ્રેસના નેતા કૈલાશદાન ગઢવીનું રાજીનામું
- અબડાસામાં શાંતિલાલને ટિકિટ અપાતા નારાજગી

- કૈલાશદાન ગઢવીએ પ્રભારી, પ્રમુખને રાજીનામું મોકલ્યું
- પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારને ટિકિટ: કૈલાશ ગઢવી
આગામી 3જી નવેમ્બરે યોજાનારી પેટાચૂંટણી માટે કોંગ્રેસે આઠ પૈકી પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતાં. વિધાનસભાની જેમ પેટાચૂંટણીમાં ય કોંગ્રેસે પાટીદાર ખેલ્યુ છે. કોંગ્રેસે આઠ બેઠકો પૈકી ત્રણ બેઠકો પર પાટીદાર ઉમેદવારોને ચૂંટણી મેદાને ઉતારાયા છે. જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે ટિકીટની ફાળવણી કરી છે. મહત્વની વાત તો એ છેકે, પેટાચૂંટણીમાં સ્થાનિક જ નહીં, પણ નવા ચહેરાને તક અપાઇ છે. જોકે, હજુ કપરાડા , લિંબડી અને ડાંગ બેઠક પર કોને ટિકીટ આપવી તે અંગે દિલ્હીમાં મનોમંથન જારી છે.
READ ALSO
- ચોંકાવનારું/ ઈંગ્લેન્ડના ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસરની ચેતવણી, રસી મેળવનાર વ્યક્તિ પણ વાયરસનું સંક્રમણ ફેલાવી શકે!
- વાહનની કિંમત અને વીમા પ્રીમિયમ માટે આપવા પડી શકે છે બે ચેક
- ભાજપ ઇલેકશન મોડમાં: રામ જન્મભૂમિમાં દાન આપનારને મળશે તક, ટીકીટ વાંચ્છુઓના ધાડેધાડાં જોઇને અટપટાં નિયમો ઘડયાં
- LAC પર તણાવની સ્થિતિ સ્થિર, ભારત અને ચીન વચ્ચે 9માં રાઉન્ડની વાત 15 કલાક ચાલી
- REALME C20 સ્માર્ટફોન લોંચ, મળશે મીડિયાટેક હીલીયો G35પ્રોસેસર