GSTV

ગૃહમાં કોંગ્રેસે મચાવ્યો હોબાળો, પ્રવીણ મારૂનું નામ આવતા કહ્યું ‘વેચાઉ માલ’

Last Updated on March 16, 2020 by Mayur Vora

વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે હોબાળો કર્યો. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં વેચાઉ માલ જેવા શબ્દનો પ્રયોગ કરતા બોલાચાલી થઈ હતી. પહેલો પ્રશ્ન પુછતા પ્રવીણ મારૂએ રાજીનામું આપતા કોંગ્રેસના ધારાસભ્યોએ વેચાઉ માલ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. હોબાળો થતા ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા એ કહ્યું કે. કોંગ્રેસે પોતાનું ઘર સાચવું જોઈએ. જે બાદ સીએમ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ પોતાના ધારાસભ્યો ને સાચવી શકતી નથી અને ભાજપ પર આક્ષેપ થાય છે. તો બીજી તરફ અમિત ચાવડાએ કરોડો રૂપિયામાં ધારાસભ્યોની ખરીદી કરવામં આવી હોવાનો આક્ષેપ કર્યો.

સાબિત કરો અમે રૂપિયા આપી ખરીદ્યા

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભામાં જવાહર ચાવડા અને કુંવરજી બાવળિયાનો મુદ્દો ઉઠાવ્યો. જેથી વિધાનસભામાં ખુદ સીએમ રૂપાણીએ મોરચો સંભાળ્યો. શૈલેષ પરમારે જણાવ્યુ હતુ કે, તમે બન્ને નેતાને નાણા આપીને લાવ્યા છે. તેના જવાબમાં સીએમ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ જવાહર ચાવડા અને કુંવરજી બાવળિયાને નાણા આપ્યા હોવાનું સાબિત કરે. ભાજપ કોઈને નાણા આપીને પક્ષમાં લાવ્યુ નથી.

કોંગ્રેસમાં ક્રોસ વોટિંગ થવાનું છે

રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીને લઈને ગરમાયેલા રાજકારણ વચ્ચે કોંગ્રેસ તૂટી રહી છે. તેવામાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ દાવો કર્યો છે કે, કોંગ્રેસમાંથી ક્રોસ વોટિંગ થવાનું જ છે..ધારાસભ્યોને જયપુર કે દિલ્હી ગમે ત્યાં લઈ જવામાં આવે પરંતુ કોંગ્રેસમાંથી ક્રોસ વોટિંગ થવાનું જ છે. વિધાનસભાનુ સત્ર ચાલે છે. ત્યારે કોંગી ધારાસબ્યોને રિસોર્ટમાં લઈ જવા તે ગુજરાતના ઈતિહાસમાં કોંગ્રસની કલંકિત ઘટનાઓ સમાન હોવાનો પણ કટાક્ષ જીતુ વાઘાણીએ કર્યો.

READ ALSO

Related posts

ઉંઘતુ તંત્ર / અમદાવાદના આ વિસ્તારમાંથી હજુ સુધી નથી દૂર કરાઇ જર્જરિત ટાંકી, દુર્ઘટના સર્જવવાની ભીતિ

Zainul Ansari

જુનાગઢ / પ્રજાના 22 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા રોડ-રસ્તા દોઢ મહિનામાં સ્વાહા, ‘ભ્રષ્ટાચાર મુક્ત કોર્પોરેશન’ ફક્ત નારો

Zainul Ansari

જમ્મુમાં સતત મળી આવતા ડ્રોન વચ્ચે સ્ટેશનની નજીક દેખાયા બે શંકાસ્પદ લોકો, પહેર્યો હતો સેનાનો યુનિફોર્મ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!