રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવતા પહેલા ભાજપના બંને ઉમેદવારો એસ. જયશંકર અને જુગલ ઠાકોર વિધાનસભા ભવન પહોંચ્યા હતા. જ્યાં ભાજપના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. બંને ઉમેદવારોના આગમન સમયે કાર્યકર્તાઓ ઢોલ-નગારા તેમજ ભારત માતા કી જયના નાદ સાથે તેમનું ઉત્સાહભેર સ્વાગત કર્યું.
ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો માટે જાહેર કરાયેલા ભાજપના બંને ઉમેદવારો વિજયમુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવશે. ભાજપ દ્વારા વિદેશપ્રધાન એસ. જયશંકર તેમજ જુગલ ઠાકોરનું નામ જાહેર કરવામાં આવ્યું છે. બંને ઉમેદવારો આજે વિજયમુહૂર્તમાં ઉમેદવારીપત્રક ભરશે. બે બેઠકો પૈકી એક બેઠક પર ઉમેદવાર તરીકે ધારણા મુજબ જ વિદેશપ્રધાન એસ. જયશંકરની પસંદગી કરાઇ છે.
જ્યારે કે બીજા ઉમેદવાર તરીકે અનેક નામો પર ચર્ચા-વિચારણા કર્યા બાદ આખરે મહેસાણાના સામાજિક અગ્રણી અને ભાજપના પાયાના કાર્યકર એવા જુગલ ઠાકોર પર પસંદગીનો કળશ ઢોળાયો છે. ઉમેદવારીપત્રક ભરતા પહેલા એસ. જયશંકર વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડાની ઉપસ્થિતિમાં એસ. જયશંકરે ભાજપનું સભ્યપદ મેળવ્યું.
Read Also
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ