GSTV
Gujarat Government Advertisement

વિધાનસભા બજેટ સત્ર પૂર્ણ થયા બાદ એક પછી એક મંત્રીઓ કોરોનાથી સંક્રમિત, કાર્યાલયના કર્મચારીઓ આવ્યા ઝપેટમાં

Last Updated on April 6, 2021 by pratik shah

વિધાનસભા બજેટ સત્ર પૂર્ણ થયા બાદ એક પછી એક મંત્રીઓ કોરોનાથી સંક્રમિત થયાં છે. મહેસૂલ મંત્રી ઉપરાંત રાજ્ય ગૃહમંત્રીના કાર્યાલયનો સ્ટાફ પણ કોરોનામાં સપડાયો છે જેના કારણે સચિવાલયમાં  કર્મચારીઓ ચિંતિત બન્યાં છે.  વિધાનસભા બજેટ સત્ર દરમિયાન ભાજપ-કોગ્રેસના ધારાસભ્યો કોરોનાથી સંક્રમિત થયા હતાં. આ ઉપરાંત બે દિવસ પહેલા ંજ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ કોરોનામાં સપડાયા હતાં. સાથે સાથે વન મંત્રી ગણપત વસાવા પણ કોરોનાના ભોગ બન્યા હતાં.

ફ્રન્ટલાઈન વોરિયર્સમાં કોરોના સંક્રમણ

આજે મહેસૂલ મંત્રીના કાર્યાલયમાં કોરોનાએ એન્ટ્રી મારી હતી. મંત્રી કૈાશિક પટેલના પીએસ હારેજા, પીએ ,કમ્પ્યુટર ઓપરેટર સહિત અન્ય છ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા હતાં. મહેસૂલ મંત્રી જ નહીં, પણ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાના કાર્યાલયના ચાર કર્મચારીઓને પણ કોરોના થયો હતો. જાડેજાના બે કમાન્ડો પણ કોરોના થયો હતો. અત્યાર સુધીમા 10થી વધુ ધારાસભ્યો અને બે મંત્રીઓને કોરોના થયો છે. સચિવાલયના કર્મચારીઓ પણ કોરોનાનો શિકાર બન્યાં છે. આમ, કોરોના રોકેટગતિએ વધી રહ્યો છે જેના કારણે કર્મચારીઓ ચિંતામાં મૂકાયાં છે.

કોરોના

છ અધિકારીઓ ઉપરાંત ચાર ફાયર સ્ટાફ કોરોના પોઝિટિવ,દસ હોમઆઈસોલેશનમાં

અમદાવાદ શહેરમાં સતત વધી રહેલાં કોરોના સંક્રમણની વચ્ચે અમદાવાદ ફાયર વિભાગના ચીફ ફાયર ઓફીસર સહિત કુલ 11 લોકો કોરોના પોઝિટિવ થતા ફાયર વિભાગ માટે કોરોના સંક્રમણ ચિંતાનો વિષય બની ગયું છે. અમદાવાદ ફાયર વિભાગના કોરોનો પોઝિટિવ થયેલા કુલ 11 લોકો પૈકી એક સ્ટેશન ઓફીસર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.જયારે બાકીના દસ લોકો કોરોના પોઝિટિવ થયા બાદ હાલ હોમઆઈસોસેશનમાં હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યું છે. આ અંગે મળતી માહીતી મુજબ,અમદાવાદ શહેરમાં છેલ્લા દસ દિવસથી 600 થી પણ વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે.દરમ્યાન અમદાવાદ ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસના ચીફ ફાયર ઓફીસર રાજેશ ભટ્ટનો કોરોના ટેસ્ટ રીપોર્ટ પોઝિટિવ આવતા તે હોમઆઈસોલેટ થયા છે.

અમદાવાદના ચીફ ફાયર ઓફિસર સહિત 11 ફાયરકર્મીઓ કોરોના પોઝિટિવ

તેમની મળેલી પ્રતિક્રીયા મુજબ,રવિવારે તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.જેનો રીપોર્ટ પોઝિટિવ આવતા હોમઆઈસોલેટ થયા છે. આ અગાઉ અમદાવાદ ફાયરના છ જેટલા અધિકારીઓનો કોરોના ટેસ્ટ રીપોર્ટ પોઝિટિવ આવતા એક સ્ટેશન ઓફીસરને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

કોરોના

ત્રણ અધિકારીઓ કોરોના પોઝિટિવ હોઈ હોમઆઈસોલેશનમાં છે. ઉપરાંત ચાર ફાયર સ્ટાફના કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ થતા હોમઆઈસોલેશનમાં હોવાનું ચીફ ફાયર ઓફીસરે પ્રતિક્રીયા આપતા કહ્યુ છે.આ અગાઉ તત્કાલીન ચીફ ફાયર ઓફીસર પણ આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી મહીનામાં કોરોના પોઝિટિવ થયા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કાર્યવાહી / અમદાવાદમાં 50 ટકા સ્ટાફ બોલાવવાના આદેશનું ઉલ્લંઘન કરનાર 4 ઓફિસ સીલ

Dhruv Brahmbhatt

ચોંકાવનારી ઘટના / આ રાજ્યના એરપોર્ટ પર 300 મુસાફરો કોરોના ટેસ્ટ વિના જ થઇ ગયા રફુચક્કર

Dhruv Brahmbhatt

એલર્ટ / દેશમાં સર્જાઇ શકે ઇટલી જેવી સ્થિતિ, આ તારીખથી રોજના નોંધાઇ શકે છે કોરોનાના 33થી 35 લાખ કેસ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!