GSTV

વિધાનસભા ગૃહમાં સંભળાશે જૂનાગઢ સિવિલની બેદરકારીની ગૂંજ, મોતના આંકડાની ગોલમાલનો મામલો વકર્યો

જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસથી થતાં મોતના આંકડા મુદ્દે જીએસટીવીએ સૌથી મોટો ખુલાસો કર્યો છે ત્યારે હવે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની બેદરકારીની ગુંજ વિધાનસભામાં પણ સંભળાશે. જૂનાગઢના કોંગી ધારાસભ્ય ભીખાભાઇ જોશી સિવિલમાં બેદરકારી તેમજ કોરોનાથી થતા મોતના આંકડાનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ઉઠાવશે. ભીખાભાઇ જોશીએ આ અંગેના પ્રશ્નો પૂછવા માટે સચિવને પત્ર લખતાં જ તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ છે.

ભીખાભાઇ જોશીએ આ અંગેના પ્રશ્નો પૂછવા માટે સચિવને પત્ર લખતાં જ તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ

મહત્વનું છે કે જૂનાગઢમાં છેલ્લા 44 દિવસમાં 286 કોરોના દર્દીઓના મોત નિપજ્યા છે… જોકે તંત્રએ મોતના આંકડામાં ગોલમાલ કરી ફક્ત 9 ટકા મોત થયા હોવાની જાહેરાત કરી… પરંતુ જીએસટીવીએ મોતના આંકડામાં થતી ગોલમાલ ઉજાગર કરી… જીએસટીવીના હાથે કોરોનાના દર્દીઓના મોતનું રજિસ્ટર હાથ લાગ્યું છે. જેમાં દર્દીના નામ સહિત તેમની તમામ વિગતો આપવામાં આવી છે.

મોતના આંકડા મુદ્દે જીએસટીવીએ સૌથી મોટો ખુલાસો કર્યો

કોંગી ધારાસભ્ય ભીખાભાઇ જોશીએ કોરોનાના મોત મુદ્દે સવાલો ઉઠાવ્યા છે… તેમણે કહ્યું કે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં બેદરકારી ચાલતી હોવાના કારણે લોકોને નાછૂટકે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબૂર બન્યા છે… તેમણે પૂછ્યું કે સિવિલમાં બેદરકારીની મળેલી ફરિયાદ અંગે ક્યારે તપાસ કરવામાં આવી… તપાસ દરમ્યાન સારવારમાં બેદરકારી અંગેના મુખ્ય ક્યા કારણો જણાયા છે… તેમજ મળેલી ફરિયાદનો ક્યાં સુધી નિકાલ કરવામાં આવશે… તેમજ સિવિલમાં બેદરકારી દાખવનારાઓ સામે શું પગલાં લેવામાં આવ્યા છે.

ધારાસભ્ય પ્રશ્ન પૂછવા માટે સચિવને લખ્યો પત્ર

  • જૂનાગઢ સિવિલ હોસ્પિટલ માં સારવારમાં બેદરકારી ચાલતી હોવાના કારણોસર લોકોને નાછૂટકે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરિયાદ બાબતે
  • મળેલી ફરિયાદ અંગે ક્યારે તપાસ કરવામાં આવી
  • તપાસ દરમિયાન સારવારમાં બેદરકારી અંગે ના મુખ્ય કયા કારણો જણાયા
  • આ ફરિયાદનો ક્યાં સુધીમાં નિકાલ કરવામાં આવશે
  • સિવિલ હોસ્પિટલમાં બેદરકારી દાખવનાર આવો સામે શું પગલા લેવામાં આવ્યા
  • સિવિલ ની બેદરકારી અંગે વિધાનસભામાં પ્રશ્નોત્તરી ની જાણ થી તંત્રમાં દોડધામ

READ ALSO

Related posts

તૈયાર રહેજો: ભારતનો એટલો જલ્દી પીછો નહી છોડે કોરોના, વેક્સિન આવ્યા બાદ પણ લડવી પડશે લાંબી જંગ

Bansari

ચીને દોકલામમાં પરમાણુ બોમ્બર વિમાનો ગોઠવીને ભારત સામે નવો મોરચો માંડયો, સેટેલાઈટ તસવીરમાં થયો મોટો ખુલાસો

pratik shah

અમિત શાહ કેમ બની ગયા રઘવાયા, સરકારો ઉથલાવનાર આ પાકના ભાવ શું વધ્યા કે મંત્રીઓની બોલાવાઈ ટોપની બેઠક

Karan
Do NOT follow this link or you will be banned from the site!