GSTV

પેટાચૂંટણી/ મતદારો માટે ચૂંટણીપંચે કરી ખાસ સુવિધા, દિવ્યાંગ-કોરોનાના દર્દી આ રીતે આપી શકશે પોતાનો અમૂલ્ય મત

રાજ્યમાં પેટાચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે તમામ પક્ષોએ આ ચૂંટણી અંગે તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ત્યારે આગામી ૩જી નવેમ્બરે ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજાનારી છે ત્યારે આ વખતે વૃધ્ધ, દિવ્યાંગ ઉપરાંત કોરોના પિડીત દર્દી ઘેર બેઠા ટપાલથી મત આપી શકશે.મતદારો માટે રાજ્ય ચૂંટણીપંચે આ ખાસ વ્યવસ્થા કરવા નક્કી કર્યુ છે. ટપાલથી મતદાન કરવા માટે મતદારે જરૂરી દસ્તાવેજો સાથે ચૂંટણી અધિકારીને અરજી કરવાની રહેશે.

ટપાલથી મતદાન કરવા માટે મતદારે જરૂરી દસ્તાવેજો સાથે ચૂંટણી અધિકારીને અરજી કરવાની

કોરોનાના સંક્રમણ વચ્ચે ગુજરાતમાં પેટાચૂંટણીઓ યોજાનાર છે. ચૂંટણી પંચે એવુ નક્કી કર્યુ છેેકે, ૮૦ વર્ષથી વધુ વય હોય તો,દિવ્યાંગ હોય અથવા તો કોરોના પિડીત દર્દી હોય તે ટપાલથી મતદાન કરી શકશે. આ મતદારોએ નિયત નમૂના ફોર્મ-૧૨ ડી માં જરૂરી વિગતો-દસ્તાવેજો સાથે ચૂંટણીપંચને અરજી કરવાની રહેશે. ચૂંટણીના જાહેરનામાના પાંચ દિવસની અંદર જ અરજી કરવી પડશે. ેકોવિડ-૧૯ના દર્દીએ આરોગ્ય અધિકારીનુ પ્રમાણપત્ર રજૂ કરવાનુ રહેશે. આવી અરજીઓની ચકાસાણી કર્યા બાદ ચૂંટણી અધિકારી મતદારને ટપાલ મતપત્ર ઇસ્યુ કરવામાં આવશે.

મતદારો માટે ચૂંટણીપંચે કરી ખાસ સુવિધા

વૃધ્ધ,દિવ્યાંગ અને કોરોના પિડીત મતદારોને ઘેર જઇને ટપાલ મતદાન માટેની પ્રક્રિયાની સમજ પણ આપવામાં આવશે. આ ઉપરાંત મતદારને ટપાલ મતપત્રક આપવા અને લઇ જવા ખાસ કર્મચારીઓની ટીમ રચવા પણ કવાયત હાથ ધરાઇ છે. મતદારે ટપાલ મતપત્રકમાં ચોકડી અથવા ખરાની નિશાની કરવાની રહેશે. મતપત્રક સીલ બંધ કવરમાં મૂકી ચૂંટણીના એક દિવસ અગાઉ એકત્ર કરાશે.

READ ALSO

Related posts

BIG BREAKING/ રિઝર્વ બેંક ઓફ ઈંડિયાના ગવર્નર શક્તિકાંત દાસ કોરોના પોઝિટીવ

Pravin Makwana

અમદાવાદ : આશ્રમ રોડ પર આવેલા ઓસવાલ ફરસાણને સોલિડ વેસ્ટ ખાતાએ માર્યુ સીલ

Nilesh Jethva

રાજકોટ મવડી ગામ પાસે રસ્તા પર ગેસની લાઈન લીકેજ થતા JCB માં લાગી આગ, મચી અફરા તફરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!