GSTV

મતો તોડવા ભાજપ-કોંગ્રેસે જ અપક્ષોને મેદાને ઉતાર્યાં : આ બેઠક પર સૌથી વધુ અને આ પર સૌથી ઓછા, મતોનું ધ્રૂવીકરણ કરશે અપક્ષો

વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણીનો માહોલ ધીરે ધીરે જામી રહ્યો છે. 135 ઉમેદવારોએ ચૂંટણી લડવા ફોર્મ ભર્યા હતાં પણ ફોર્મ ચકાસણીના અંતે હવે 102 ઉમેદવારો જ ચૂંટણી મેદાને રહ્યાં છે. મહત્વની વાત એછેકે, આ બધીય બેઠકો પર કુલ મળીને 75અપક્ષોએ ચૂંટણીમાં જંપ લાવ્યુ છે. કુલ મળીને 33 ઉમેદવારોના ફોર્મ આજે રદ થયા હતાં.

કુલ મળીને 33 ઉમેદવારોના ફોર્મ આજે રદ થયા

આઠેય બેઠકો પૈકી મોરબી બેઠક પર સૌથી વધુ 20 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. પેટાચૂંટણીમાં હવે 102 ઉમેદવારો જ ચૂંટણી મેદાને ઉતર્યા છે તેમાં ય 75 અપક્ષોએ ચૂંટણીમાં ઝુકાવ્યુ છે ત્યારે પેટાચૂંટણીમાં બે-ચાર હજારના મતોથી થતી હારજીતમાં અપક્ષો ભાજપ-કોંગ્રેસની જીતમાં અવરોધ ઉભો કરી શકે છે.

મતો તોડવા ભાજપ-કોંગ્રેસે જ અપક્ષોને મેદાને ઉતાર્યાં

જોકે, ભાજપ-કોંગ્રેસના ઇશારે જ અપક્ષોએ ચૂંટણી મેદાને ઝુકાવ્યુ છે કેમકે, મતોના વિભાજન કરવા માટે અપક્ષ જ એક માત્ર રસ્તો છે. એટલે જ અત્યારથી જ અપક્ષોને બેસાડવા જ નહીં, અપક્ષોને ચૂંટણી લડાવવા માટે રાજકીય કાવાદાવા શરૂ થઇ ચૂક્યાં છે. લઘુમતી , કોળી, પાટીદાર ઉપરાંત દલિત અપક્ષ ઉમેદવારોની ભરમાર રહી છે.

સૌથી વધુ મોરબીમાં 18, લિંબડીમાં 11 , અબડાસામાં 14 અને ગઢડામાં 10 અપક્ષોએ ચૂંટણી લડવાનુ મન બનાવ્યુ છે. ડાંગમાં 6 અને કપરાડામાં 2 અપક્ષ ચૂંટણી લડી રહ્યાં છે. મોરબી બેઠક પર સૌથી વધુ 20 ઉમેદવારો ચૂંટણી મેદાને છે.

લિંબડી14
મોરબી20
ધારી12
ગઢડા13
કરજણ        11
ડાંગ9

લિંબડીમાં ભાજપ-કોંગ્રેસે કોળી ઉમેદવારને ટિકીટ ન આપતા ગોપાલ મકવાણાએ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યુ હતુ જેના કારણે આ બેઠક પર ત્રિપાંખિયો જંગ જામે તેમ હતુ પણ કેટલીક ક્ષતિ હોવાથી અપક્ષ ઉમેદવાર ગોપાલ મકવાણાનુ ફોર્મ રદ થયુ હતું જેથી લિંબડી બેઠક પર ચૂંટણી માહોલમાં નવો વણાંક આવ્યો છે.

READ ALSO

Related posts

દારૂબંધી/ મોડી રાત્રે કોન્સ્ટેબલને દારૂ પીને દાદાગીરી કરવી ભારે પડી, ટોળાએ દોડાવી દોડાવીને અધમુઓ કરી નાંખ્યો

Karan

કરજણ બેઠક/ ચૂંટણી પંચે તૈયારીઓ કરી શરૂ, તમામ પ્રક્રિયા કોમ્પ્યુટર આધારિત અને પારદર્શક રહેશે

Pravin Makwana

સ્માર્ટ સીટીના સ્માર્ટ અધિકારીઓની હકીકત / ચેકીંગમાં જતા અધિકારીઓને એ જ નથી ખબર કે દંડ કરવો કે સીલ કરવું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!