GSTV

વિધાનસભામાં કોરોનાનો કહેર: મુખ્યમંત્રી કાર્યાલયમાં કાર્યરત નાયબ સચિવનો રિપોર્ટ પોઝિટીવ, માત્ર પાંચ દિવસમાં બીજો કેસ આવતા ફફડાટ!

Last Updated on March 24, 2021 by pratik shah

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. હવે કોરોના સૌથી સુરક્ષિત એવા રાજ્યના સચિવાલય અને વિધાનસભામાં પહોંચ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં કાર્યરત નાયબ સચિવનો રિપોર્ટ પોઝિટીવ આવતા તંત્રમાં ફફડાટ ફેલાયો છે.આજે મુખ્યમંત્રી કાર્યાલયમાં નાયબ સચિવ કોરોના પોઝિટિવ આવતાં તેઓ હોમ ક્વોરન્ટીન થયા છે.

મંગળવારે પોઝિટિવ આવેલા

  • પુંજાભાઈ વંશ
  • નૌશાદ સોલંકી
  • ભીખાભાઈ બારૈયા
  • વિજય પટેલ
  • ભરતજી ઠાકોર

ગુજરાતમાં જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઇ છે ત્યારથી રાજ્યમાં સતત કોરોના સંક્રમણ વધતું જઇ રહ્યું છે. રોજના કેસોની સંખ્યામાં સતત વધારો થતો જ જઇ રહ્યો છે. ત્યારે હવે જાણે કે, કોરોનાને રાજકીય રંગ ચઢ્યો હોય તેવી સ્થિતિ ગુજરાતમાં સર્જાઇ છે. રાજ્યમાં વિધાનસભામાં ચાલુ સત્રમાં કેટલાંક ધારાસભ્યો પણ કોરોનાની ઝપેટે ચડી ગયા છે.

  • ભાજપના વિજય પટેલ અને કોંગ્રેસના પૂંજા વંશ, ભરતજી ઠાકોર અને નૌશાદ સોલંકી કોરોના પોઝિટિવ
  • રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનો લક્ષણો જણાતા કોરોના ટેસ્ટ કરાશે
  • ધારાસભ્ય ઈશ્વર પટેલ અને બાબુ જમના પટેલ સારવાર બાદ કોરોના નેગેટિવ

કોરોનાગ્રસ્ત થનારા ધારાસભ્યો, મંત્રીઓ અને સાંસદો

નામહોદ્દો
વિજય રૂપાણીમુખ્યમંત્રી
ઈશ્વર પટેલરાજ્યકક્ષાના મંત્રી
બાબુ જમના પટેલધારાસભ્ય
શૈલેશ મહેતાધારાસભ્ય
વિજય પટેલધારાસભ્ય
ભીખા બારૈયાધારાસભ્ય
પુંજા વંશધારાસભ્ય
ભરતજી ઠાકોરધારાસભ્ય
નૌશાદ સોલંકીધારાસભ્ય
કેશુભાઈ પટેલપૂર્વ મુખ્યમંત્રી
હર્ષ સંઘવીધારાસભ્ય
કિશોર ચૌહાણધારાસભ્ય
નિમાબહેન આચાર્યધારાસભ્ય
બલરામ થાવાણીધારાસભ્ય
પૂર્ણેશ મોદીધારાસભ્ય
જગદીશ પંચાલધારાસભ્ય
કેતન ઈનામદારધારાસભ્ય
વી.ડી. ઝાલાવાડિયાધારાસભ્ય
રમણ પાટકરરાજ્યકક્ષાના મંત્રી
પ્રવીણ ઘોઘારીધારાસભ્ય
મધુ શ્રીવાસ્તવધારાસભ્ય
ધર્મેન્દ્રસિંહ જાડેજારાજ્યકક્ષાના મંત્રી
ગોવિંદ પટેલધારાસભ્ય
અરવિંદ રૈયાણીધારાસભ્ય
રાઘવજી પટેલધારાસભ્ય
જયેશ રાદડિયાકેબિનેટ મંત્રી
અમિત શાહકેન્દ્રીય ગૃહમંત્રી
ડો.કિરીટ સોલંકીસંસદસભ્ય
રમેશ ધડુકસંસદસભ્ય
હસમુખ પટેલસંસદસભ્ય
અભય ભારદ્વાજસંસદસભ્ય

ગુજરાત વિધાનસભા શરૂ થતા પહેલાં જ કેટલાંક ધારાસભ્યોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેમાં નેગેટિવ રિપોર્ટ સાથે જ ગૃહમાં તેઓને એન્ટ્રી આપવામાં આવી હતી. જો કે, તેમ છતાં ગૃહમાં કેટલાંક ધારાસભ્યોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. બીીજ તરફ બજેટ સત્ર ચાલું છે, ઉલ્લેખનીય છે કે આ સત્ર દરમ્યાન ઘાતક વાયરસનો કહેર વધ્યો છત્તાં વિધાનસભાગૃહમાં સત્ર હાલ કાર્યરત છે.

READ ALSO

Related posts

કોરોના/ ભારે ચેપી ડેલ્ટા વેરિઅન્ટ દુનિયાના 135 દેશોમાં પ્રસરી ચૂક્યો, ટોકિયોમાં પહેલીવાર એક દિવસમાં 5000થી વધુ કેસ

Damini Patel

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: હાઉસિંગ બોર્ડમાં રહેતા લોકો માટે માલિકી હક્ક મેળવવાનું સહેલું બન્યું, પૂર્વ મંજૂરી વિના ખુલ્લા માર્કેટમાં વેચી શકાશે

Pravin Makwana

મોંઘવારી: ઈતિહાસમાં પહેલીવાર કપાસિયા તેેલે સિંગતેલની સાઈડ કાપી, 10 રૂપિયા ઊંચા ભાવે થયા સોદા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!