GSTV
Gujarat Government Advertisement

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની તબિયત લથડી, મોડી રાત્રે યુએન હોસ્પિટલમાં કરાયા દાખલ

Last Updated on April 6, 2021 by pratik shah

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો પ્રકોપ વધ્યો છે, ત્યારે બીજી તરફ વિધાનસભાગૃહમાં પણ ઘાતક વાયરસની અસર જોવા મળી છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને વડોદરા રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીને હાર્ટમાં તકલીફ થતા મોડીરાત્રે સવા અગિયાર વાગ્યાની આસપાસ અમદાવાદની યુ.એન. મહેતા  હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદની યુ.એન. મહેતા  હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હોવાનું જાણવા મળ્યું

યુ.એન. મહેતા  હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હોવાનું જાણવા મળ્યું

રાજેન્દ્ર ત્રિવેદીની તબિયત લથડતા અને હાર્ટની તકલીફ ઉભી થતા શરૂમાં તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા, પરંતુ  ત્યાંથી તેમને વધુ સારવાર માટે અમદાવાદ યુ.એન. મહેતા હોસ્પિટલમાં લઇ જવાની સલાહ ડોક્ટરોએ આપી હતી.

એક પછી એક મંત્રીઓ કોરોનાથી સંક્રમિત થયાં છે

વિધાનસભા બજેટ સત્ર પૂર્ણ થયા બાદ એક પછી એક મંત્રીઓ કોરોનાથી સંક્રમિત થયાં છે. મહેસૂલ મંત્રી ઉપરાંત રાજ્ય ગૃહમંત્રીના કાર્યાલયનો સ્ટાફ પણ કોરોનામાં સપડાયો છે જેના કારણે સચિવાલયમાં  કર્મચારીઓ ચિંતિત બન્યાં છે.

વિધાનસભા બજેટ સત્ર દરમિયાન ભાજપ-કોગ્રેસના ધારાસભ્યો કોરોનાથી સંક્રમિત થયા હતાં. આ ઉપરાંત બે દિવસ પહેલા ંજ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ કોરોનામાં સપડાયા હતાં. સાથે સાથે વન મંત્રી ગણપત વસાવા પણ કોરોનાના ભોગ બન્યા હતાં.  મહેસૂલ મંત્રીના કાર્યાલયમાં કોરોનાએ એન્ટ્રી મારી હતી. મંત્રી કૈાશિક પટેલના પીએસ હારેજા, પીએ ,કમ્પ્યુટર ઓપરેટર સહિત અન્ય છ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા હતાં. મહેસૂલ મંત્રી જ નહીં, પણ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાના કાર્યાલયના ચાર કર્મચારીઓને પણ કોરોના થયો હતો.

Gujarat Government Advertisement

Related posts

ચોંકાવનારી ઘટના / આ રાજ્યના એરપોર્ટ પર 300 મુસાફરો કોરોના ટેસ્ટ વિના જ થઇ ગયા રફુચક્કર

Dhruv Brahmbhatt

એલર્ટ / દેશમાં સર્જાઇ શકે ઇટલી જેવી સ્થિતિ, આ તારીખથી રોજના નોંધાઇ શકે છે કોરોનાના 33થી 35 લાખ કેસ

Dhruv Brahmbhatt

આણંદમાં કોરોના સંક્રમણ બેકાબુ / વધુ એક MLA કોરોના પોઝિટિવ આવતા થયા હોમ આઇસોલેટ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!