GSTV
Home » News » વિધાનસભાનું ચોમાસું સત્ર તોફાની બનવાના એંધાણ, બે દિવસના સત્રમાં વિપક્ષ સરકારને ઘેરશે

વિધાનસભાનું ચોમાસું સત્ર તોફાની બનવાના એંધાણ, બે દિવસના સત્રમાં વિપક્ષ સરકારને ઘેરશે

ગુજરાત વિધાનસભામાં બે દિવસીય ચોમાસુ સત્ર મળવાનું છે. આ સત્રમાં વિપક્ષ મગફળીકાંડ, ખેડૂતોના દેવા, જમીન માપણીમાં ગેરરીતી સહિતના મામલે સરકારને ઘેરવાની રણનીતિ ઘડી છે. ત્યારે સત્ર મળે તે પહેલા ગાંધીનગરમાં વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. તો કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે રૂપાણી સરકારના પ્રધાનમંડળ સામે અવિશ્વાસ પ્રસ્તાવ દાખલ કરવા દરખાસ્ત મુકી.

ગુજરાત વિધાનસભાનું ચોમાસાનું ટુંકુ સત્ર મળશે. 18 અને 19 સપ્ટેમ્બર એમ બે દિવસ ચોમાસુ સત્ર મળશે. જેમાં પ્રથમ દિવસે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઇને ગૃહમાં શ્રદ્ધાંજલી પાઠવાશે. આ સાથે જ ચાર જેટલા સરકારી બિલ પર પણ સત્ર દરમિયાન ચર્ચા થશે. સત્ર મળે તે પહેલા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં વિધાનસભા કામકાજ સમિતિની બેઠક મળી હતી. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, શૈલેષ પરમાર, અનિલ જોષીયારા ઉપસ્થિત રહ્યાં હતાં.

ખેડૂતોના દેવા, મગફળીકાંડ, જમીન માપણીમાં ગેરરીતિ જેવા મુદ્દે વિપક્ષ સરકારને ઘેરવાના પ્રયાસો કરશે. કૉંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે રૂપાણી સરકારના પ્રધાનમંડળ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ દાખલ કરવા દરખાસ્ત મૂકી.ખેડૂતોના દેવા માફી, મગફળી કાંડ સહિતના મુદ્દાઓને લઈને નિયમ 106 હેઠળ વિધાનસભા અધ્યક્ષને  અવિશ્વાસની દરખાસ્ત કરી.

સોમાસુ સત્ર બે દિવસનું જ હોવાથી કેટલાક મહત્વના વિષયો પર પણ ચર્ચા કરવામાં આવશે. પણ આ સત્રમાં વિપક્ષ  ભાજપની સરકારને ઘેરવાના પ્રયાસ કરશે. ત્યારે આ સત્ર તોફાની બનવાના એંધાણ છે.

Related posts

અમિત શાહ CAAની ચર્ચા દાઢીવાળા વ્યક્તિ સાથે કરશે તો જ ફૂટેજ મળશે, ઔવેસી કાઢી ઝાટકણી

Mansi Patel

ટાટા મોટર્સની Altroz કાર થઈ લોન્ચ, આટલી ઓછી કિંમતથી શરૂ થયું બુકિંગ

Ankita Trada

DSP દેવેન્દ્ર સિંહનું મોઢું કોણ બંધ કરવા માગે છે?, રાહુલના મોદી સરકાર સામે ગંભીર આરોપો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!