GSTV

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી પાંચ દિવસ માટે મળશે, સખ્ત નિયમો અને કોવિડ-19ની ગાઈડલાઈનું ચુસ્ત પાલન કરાશે

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી પાંચ દિવસ માટે મળી રહ્યું છે. આ સત્ર દરમિયાન કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ, ચુસ્ત પાલન કરાવવામાં આવશે.  વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રપ્રસાદ ત્રિવેદીએ ટૂંકા સત્રમાં સોશિયલ ડિસ્ટન્સ ઉપરાંત કોવિડ-19નો રેપિડ એન્ટિજન ટેસ્ટ ફરજિયાત કરવાના આદેશ કર્યા છે અને મંત્રીઓ, ધારાસભ્યા માટે અલગ બેઠક વ્યવસ્થા સાથે કેટલાક કડક નિયમો પણ બનાવ્યા છે. આ ઉપરંત પહેલી વાર કોઈ પણ મંત્રીના મુલાકાતીને વિધાનસભામાં પ્રવેશ નહીં અપાય. કોરોના મહામારીને કારણે સંજોગો બદલાતા આ વખતે વિધાનસભામાં અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી પાંચ દિવસ માટે મળશે

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. પાંચ દિવસ ચાલનારા આ સત્રમાં કેટલાક વિધેયકો પસાર થશે. સોમવારે સત્રના પહેલા દિવસે વટહુકમ નામંજૂર કરતા પ્રસ્તાવો અને સરકારી વિધેયકો રજૂ થશે. જેમાં પહેલી બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડવાલાનો 2020નું ગુજરાત વિધાનસભાના સભ્યો, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, મંત્રીઓ તથા વિરોધપક્ષના નેતાના પગાર અને ભથ્થાને લગતાં કાયદા વટહુકમ નામંજૂર કરે તેવો પ્રસ્તાવ રજૂ થશે.

કોઈ પણ મંત્રીના મુલાકાતીને વિધાનસભામાં પ્રવેશ નહીં અપાય

સંસદીય બાબતોના મંત્રી તરીકે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 2020નું ગુજરાત વિધાનસભાના સભ્યો, અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, મંત્રીઓ તથા વિરોધપક્ષના નેતાના પગાર અને ભથ્થાને લગતાં સુધારા વિધેયક રજૂ કરશે. જ્યારે શિક્ષણ પ્રધાન તરીકે ભૂપેન્દ્રસિંહ 2020નું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક રજૂ કરશે. ઈમરાન ખેડાવાલાના ગુજરાત માલ અને સેવા વેરા વટહુકમ નામંજૂર કરવાના પ્રસ્તાવ સામે નાયબ મુખ્યપ્રધાન 2020નું ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક રજૂ કરશે.

READ ALSO

Related posts

પાકિસ્તાની સંસદનો ખુલાસો ભાજપ માટે ‘અભિનંદન’, કોંગ્રેસ પર નિશાન સાધવાની મળી તક

pratik shah

IPL 2020/ જાડેજાએ કોલકાતા પાસેથી છીનવી લીધી જીત, ચેન્નાઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું

Pravin Makwana

સુરત ખાતે ફોર વ્હીલ કાર લઈને ચેઇન સ્નેચિંગ કરવા આવતા શખ્સની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!