VIDEO: NEWS AFTERNOON / અમેરિકાના ટાઇમ્સ સ્ક્વેર પર છરી સાથે મહિલાએ કર્યો હુમલો, મુંબઈમાં મોંઘવારીનો માર
બિશ્કેકમાં પીએમ મોદી અને પુતિન વચ્ચે બેઠક કિર્ગિસ્તાનના બિશ્કેક


બિશ્કેકમાં પીએમ મોદી અને પુતિન વચ્ચે બેઠક
કિર્ગિસ્તાનના બિશ્કેકમાં 26મી SCO સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય બેઠક યોજાઈ. આ બેઠકમાં યુક્રેન યુદ્ધ, વૈશ્વિક શાંતિ, વેપાર અને સાંસ્કૃતિક સંબંધો પર ઊંડાણપૂર્વક ચર્ચા થઈ.
અમેરિકાના ટાઇમ્સ સ્ક્વેર પર છરી સાથે મહિલાએ કર્યો હુમલો
અમેરિકાના ન્યૂયોર્કમાં ટાઇમ્સ સ્ક્વેર ખાતે એક મહિલાએ બે લોકો પર છરી વડે હુમલો કરતાં બંને ગંભીર રીતે ઘાયલ થયા. પોલીસ સમજાવવા જતાં મહિલાએ પોલીસ પર પણ હુમલાનો પ્રયાસ કર્યો હતો, જેથી સ્વબચાવમાં પોલીસે કરેલા ફાયરિંગમાં મહિલાનું મોત નીપજ્યું.
મુંબઈમાં મોંઘવારીનો માર
તહેવારો પહેલાં મુંબઈગરાં પર મોંઘવારીનો માર પડ્યો છે. તબેલાના દૂધમાં પ્રતિ લિટર 9 રૂપિયાનો સીધો વધારો થતાં ભાવ 102 રૂપિયા થયો છે. સાથોસાથ CNGમાં પ્રતિ કિલો 2 રૂપિયા અને PNGમાં પ્રતિ યુનિટ 1 રૂપિયાનો ભાવવધારો ઝીંકી દેવાયો છે."
125 વર્ષમાં ઓગસ્ટ સૌથી ગરમ
ને કારણે વર્ષ 2026નો ઓગસ્ટ મહિનો છેલ્લા 125 વર્ષમાં સૌથી ગરમ નોંધાયો છે. હવામાન વિભાગના મતે ઓગસ્ટ બાદ હવે સપ્ટેમ્બરમાં પણ દેશભરમાં વરસાદની ઘટ રહેશે અને તાપમાન સામાન્ય કરતાં વધુ ઊંચું રહેવાની શક્યતા છે.
મહુધામાં મારામારી બાદ તંગદિલી
ખેડાના મહુધામાં જૂથ અથડામણ બાદ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે. રોષે ભરાયેલા લોકોએ DySPને ઘેરીને આરોપીઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે LCB સહિત મોટો પોલીસ કાફલો તૈનાત કરાયો છે.
સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓનો હોબાળો
સુરેન્દ્રનગરના સડલા ગામની સરકારી સ્કૂલમાં 4 વર્ષથી બિલ્ડિંગ અને પૂરતા શિક્ષકો ન હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓએ શિક્ષણ કચેરીએ ઉગ્ર હોબાળો મચાવ્યો. માત્ર 3 શિક્ષકો પણ અડધો સમય અન્ય સ્કૂલમાં રહેતા હોવાથી બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે.








