VIDEO: સંસદમાં પ્રિયંકા ગાંધીએ જે દિવ્યાંગ મહિલા સાથે મુલાકાત કરી એ કોણ છે, સાંસદ ગેનીબેન ઠાકોર સાથે છે ખાસ નાતો
બનાસકાંઠા જિલ્લા લોકસભા સાંસદ ગેનીબેન ઠાકોરે પોતાની દિવ્યાંગ નાની બહેન ગંગાબેનની વર્ષોથી
બનાસકાંઠા જિલ્લા લોકસભા સાંસદ ગેનીબેન ઠાકોરે પોતાની દિવ્યાંગ નાની બહેન ગંગાબેનની વર્ષોથી રહેલી ઇચ્છા પૂરી કરી છે. ગંગાબેનની પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરાવતાં પરિવાર તેમજ લોકસભા કૉરિડોરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ગેનીબેન ઠાકોરે આ ઇચ્છા પૂરી કરી
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર લોકસભાના શિયાળા સત્ર દરમિયાન પોતાની 40 વર્ષની નાની બહેન ગંગાબેન ઠાકોરને સાથે લઈને દિલ્હી પહોંચ્યા હતા. ગંગાબેન જન્મથી જ દિવ્યાંગ છે અને તેઓ ગેનીબેનની સાથે જ ભાભરમાં રહે છે. સંસદ ભવનનું કાર્ય કેવી રીતે ચાલે છે તે જોવા અને ખાસ કરીને પ્રિયંકા ગાંધીને મળવાની તેમની લાંબી ઇચ્છા હતી. વિશ્વ દિવ્યાંગ દિવસના અવસર પર ગેનીબેન ઠાકોરે આ ઇચ્છા પૂરી કરી હતી.
પ્રિયંકા ગાંધીએ ગંગાબેનની સાથે ખાસ મુલાકાત કરી
પ્રિયંકા ગાંધીએ ગંગાબેનની સાથે ખાસ મુલાકાત કરી, તેમની ખબર-અંતર પૂછ્યું અને સંવેદનાથી સમય આપ્યો હતો. આ ગંગાબેન તેમજ સમગ્ર પરિવાર માટે આનંદની લાગણી છલકાઈ હતી છે.





