VIDEO: વડોદરાના અટલાદરામાં ગરમીની શરૂઆત થતા જ પાણીનો કકળાટ, સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચિમકી સાથે કર્યો વિરોધ
વડોદરાના અટલાદરા વિસ્તારમાં ગરમીની શરૂઆત થતાની સાથે જ પાણીનો કકળાટ હવે ચૂંટણીના બહિષ્કાર સુધી પહોંચ્યો છ
વડોદરાના અટલાદરા વિસ્તારમાં ગરમીની શરૂઆત થતાની સાથે જ પાણીનો કકળાટ હવે ચૂંટણીના બહિષ્કાર સુધી પહોંચ્યો છે. અટલાદરાના કોઠી ફળિયામાં છેલ્લા લાંબા સમયથી દૂષિત અને ગંદુ પાણી આવતું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરાતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાને રાખીને, રોષે ભરાયેલા મતદારોએ પાણી નહીં તો વોટ નહીંના બેનરો સાથે એકઠા થઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. અનેક રજૂઆતો બાદ પણ સમસ્યા હલ ન થતા, હવે ચૂંટણી ટાણે જ ઉમેદવારોએ મતદારોના આકરા મિજાજ અને વિરોધ વંટોળનો સામનો કરવો પડી રહ્યો છે.



