મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પ્રયાગરાજમાં ગંગા-યમુનાના જળસ્તરમાં વધારો

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સંગમ ક્ષેત્ર ખાતે ગંગા અને યમુના નદીના જળસ્તરમાં સતત થઈ રહેલા વિપુલ વધારાને ક

તસવીર: gstv

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સંગમ ક્ષેત્ર ખાતે ગંગા અને યમુના નદીના જળસ્તરમાં સતત થઈ રહેલા વિપુલ વધારાને કારણે પવિત્ર ત્રિવેણી સંગમનું મૂળ સ્થાન બદલાઈ ગયું છે. ઉપરવાસમાંથી સતત છોડવામાં આવી રહેલા પાણીના પ્રચંડ પ્રવાહને લીધે બંને નદીઓ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે, જેના કારણે સંગમ કિનારે આવેલા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. પૂરના પાણી હવે પ્રસિદ્ધ નાગવાસુકિ મંદિરના પ્રાંગણ સુધી અને આસપાસના રહેણાંક વિસ્તારો સુધી પહોંચી ગયા છે, જેનાથી સ્થાનિક રહીશો તથા તટવર્તી પંડા-પુરોહિતોમાં ભારે ચિંતા વ્યાપી છે. પૂરના ખતરાને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસન દ્વારા તટીય વિસ્તારોમાં સતત એનાઉન્સમેન્ટ કરીને લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી રહી છે. એનડીઆરએફ અને જળ પોલીસની ટીમોને પરિસ્થિતિ પર ચોકીયાત નજર રાખવા માટે એલર્ટ કરી દેવામાં આવી છે.

આ સમાચાર શેર કરો