મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કારગિલ વિજય દિવસ નિમિત્તે સાવલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિજય રેલી યોજાઈ

આજે કારગિલ દિનને વિજય દિવસ તરીકે સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે.ત્યારે વડોદરા

આજે  કારગિલ દિનને વિજય દિવસ તરીકે સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે.ત્યારે વડોદરાની સાવલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વાર કારગિલ વિજય દિવસ નિમિતે વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 1999માં કારગિલ યુદ્ધમાં ભારતના વીર સપૂતોએ યુદ્ધમાં શહાદત વગોરી વીરગતિ પામ્યા હતા. ત્યારે આજરોજ કારગિલ વિજય દિવસ કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા વીરોને યાદ કરીને ઉજવવામાં આવે છે. વડોદરાના સાવલીમાં પણ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા રેલી કાઢી સાવલી પોલીસ સ્ટેશન થઈ ખાડીયા બજાર બસ સ્ટેન્ડ થઈ જમનોત્રી દવાખાનેથી પરત કોલેજ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. વિજય રેલીમાં ભારત માતા કી જય, વીર શહીદો અમર રહો,વંદે માતરમનાં નારાથી સમગ્ર વાતાવરણ દેશ ભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. વિજય રેલીમાં N.C.C કેડેટ દ્વારા યુનિફોર્મમાં સજ્જ થઈ ઢોલ નગારા સાથે વિજય રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, કોલેજ સ્ટાફ અને લોકો જોડાયા હતા. 

આ સમાચાર શેર કરો