મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/અમદાવાદના આનંદનગરમાં યુવકની ઘાતકી હત્યા, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

અમદાવાદના આનંદનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી ઘટના સામે આવી છે. રાજીવનગરમાં પાનના ગલ્લ

અમદાવાદના આનંદનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી ઘટના સામે આવી છે. રાજીવનગરમાં પાનના ગલ્લે નટુ પરમાર નામના યુવકની ચાર હુમલાખોરોએ જાહેરમાં હત્યા કરી નાખી છે.રાજીવનગરમાં બનેલી આ ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ચાર અજાણ્યા યુવાનો લાકડી અને લોખંડના પાઈપ જેવા ઘાતક હથિયારો સાથે નટુ પરમાર પર તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ માથાના ભાગે પાઈપના ઉપરાછાપરી ઘા ઝીંકતા યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.આનંદનગર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચારેય આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો