VIDEO/ ઉનાળામાં ઠંડકનો અહેસાસ કરાવવા તૈયાર છે મનોહર સોલાંગ વેલી
હિમાચલ પ્રદેશ આવેલી સોલાંગ વેલી પ્રવાસીઓ માટે સંપૂર્ણ તૈયાર છે. હિમાચલ
હિમાચલ પ્રદેશ આવેલી સોલાંગ વેલી પ્રવાસીઓ માટે સંપૂર્ણ તૈયાર છે. હિમાચલની આ મનોહર વેલી અત્યારે બરફથી ઢંકાયેલા પહાડો અને અદ્ભુત કુદરતી દૃશ્યોથી પ્રવાસીઓને આકર્ષી રહી છે. તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા, રસ્તાઓ અને સુવિધાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પેરાગ્લાઈડિંગ, સ્કીઈંગ જેવા એડવેન્ચર સ્પોર્ટ્સ માટે પ્રવાસીઓનો ભારે ઉમંગ જોવા મળી રહ્યો છે. જો તમે ઠંડી હવા અને હિમાલયના અદ્ભુત નજારાનો આનંદ માણવા માંગતા હો તો સોલાંગ વેલી અત્યારે આદર્શ સ્થળ છે.




