મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદની મુશ્કેલી વધી: હાઈકોર્ટના આગોતરા જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ!

VIDEO: સગીરો સાથે સંકળ

VIDEO: સગીરો સાથે સંકળાયેલા કથિત જાતીય શોષણ કેસમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. અલ્હાબાદ હાઈકોર્ટે આ મામલામાં મંજૂર કરેલા તેમના આગોતરા જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટંમાં અરજી પડકારવામાં આવી છે

 થોડા દિવસો પહેલા જઅલ્હાબાદ હાઈકોર્ટે સ્વામી અવિનુક્તેશ્વરાનંદને રાહત આપતા આગોતરા જામીન આપ્યા હતા. જોકેફરિયાદી આશુતોષ બ્રહ્મચારીએ હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. આ અરજીમાંફરિયાદી તરફે સ્વામી અવિમુક્તેશ્વરાનંદને આપવામાં આવેલા આગોતરા જામીનનો વિરોધ કરવામાં આવ્યો છે અને સુપ્રીમ કોર્ટને આગોતરા જામીન રદ કરવાની વિનંતી કરવામાં આવી છે.

25મી માર્ચ2026ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને તેમના શિષ્ય મુકુન્દાનંદ ગિરીને જાતીય શોષણ અને પોક્સો એક્ટના કેસમાં આગોતરા જામીન આપ્યા હતા.

હાઈકોર્ટે તેમને 50 હજાર રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર આગોતરા જામીન આપ્યા હતા. ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી હાઈકોર્ટે તેમની ધરપકડ પર રોક લગાવી દીધી છે. ફરિયાદી દ્વારા દાખલ કરાયેલી અરજી બાદ આ કેસ નોંધવામાં આવ્યો હતો. જિલ્લા અદાલતના આદેશ પરસ્વામી અવિમુક્તેશ્વરાનંદ વિરુદ્ધ ઝુન્સી પોલીસ સ્ટેશનમાં સગીર વિદ્યાર્થિ પર દુષ્કર્મના આરોપસર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલોપોક્સો અધિનિયમ હેઠળ નોંધવામાં આવ્યો છે.   

આ સમાચાર શેર કરો