VIDEO/ ખારાઘોડામાં ડીઝલની અછતથી મીઠા ઉદ્યોગ સંકટમાં
સુરેન્દ્રનગરના ખારાઘોડામાં હાલ પેટ્રોલપંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. રણમાં
સુરેન્દ્રનગરના ખારાઘોડામાં હાલ પેટ્રોલપંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. રણમાંથી મીઠું બહાર લાવવાની મુખ્ય સિઝન ચાલી રહી છે, પરંતુ ડીઝલની તીવ્ર અછતના કારણે મીઠાનું વહન કરવું અત્યંત અઘરું બન્યું છે. આ પરિસ્થિતિને લીધે સમગ્ર મીઠા ઉદ્યોગ પર મોટી અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ડીઝલ વિતરણમાં ભારે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે અને ચોક્કસ માનીતા લોકોને જ બેરલમાં ડીઝલ ભરી આપવામાં આવતા અન્ય વાહનચાલકોમાં ભારે નારાજગી જોવા મળી છે.



