મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: બંગાળમાં ચૂંટણી પ્રક્રિયા પર સવાલ: રસ્તા પરથી મળી આવી VVPAT સ્લિપ, TMC એ વીડિયો જાહેર કરી હોબાળો કર્યો

VIDEO: પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્

તસવીર: GSTV

VIDEO: પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના મધ્યમગ્રામ વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવતા નીલગંજ વિસ્તારમાં રસ્તા પરથી VVPAT સ્લિપ મળી આવી હોવાનો ટીએમસીએ આક્ષેપ કર્યો છે..તેમજ વીડિયો પણ જાહેર કર્યો છે.

તૃણમૂલ કોંગ્રેસે દાવો કર્યો છે કે ચૂંટણી પ્રક્રિયામાં મોટી ક્ષતિ રહી છે અને લોકશાહી સાથે ચેડાં થઈ રહ્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિક વહીવટીતંત્ર અને ચૂંટણી પંચ દોડતું થયું છે. ટીએમસી નેતાઓએ આ મામલે તટસ્થ તપાસની માંગ કરી છે, જ્યારે વિપક્ષ અને સત્તાધારી પક્ષ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો છે.  

રાજકીય આરોપ-પ્રત્યારોપ

આ ઘટનાને પગલે પશ્ચિમ બંગાળમાં સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ અને વિપક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. એક તરફ TMC આને લોકશાહી પર ખતરો ગણાવી રહી છે, તો બીજી તરફ આ ઘટનાની સત્યતા તપાસવા માટે ચૂંટણી પંચ દ્વારા પ્રક્રિયા તેજ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો