VIDEO/ નિકોલ જ્વેલર્સ ચોરી કેસ: મુખ્ય આરોપી હર્ષિદા શેટ્ટીના રિમાન્ડ મંજૂર
અમદાવાદના નિકોલ જ્વેલર્સ ચોરી કેસમાં ધરપકડ કરાયેલી મુખ્ય આરોપી હર્ષિદા શેટ્ટીને અમદાવાદ ગ
અમદાવાદના નિકોલ જ્વેલર્સ ચોરી કેસમાં ધરપકડ કરાયેલી મુખ્ય આરોપી હર્ષિદા શેટ્ટીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાં પોલીસે તપાસ અર્થે સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે કોર્ટે આરોપી હર્ષિદા શેટ્ટીના આગામી 22 મેના રોજ સાંજના 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે...પોલીસે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, મોટી રકમની સોનાની ચોરી થઈ હોવાથી આરોપીનું મોડસ ઓપરેન્ડી બ્યુરો ક્રિમિનલ કાર્ડ ખોલવું જરૂરી છે. આ ઉપરાંત, આરોપીએ અગાઉ કોઈ શોરૂમમાં કામ કરીને આવો ગુનો આચર્યો છે કે નહીં, તેમજ હજુ પણ પોલીસ પકડથી દૂર રહેલા અન્ય આરોપી મયુર માળીએ આ ગુનામાં મદદગારી કરી હતી કે નહીં તેની તપાસ કરવાની બાકી છે. બંને આરોપીઓને સાથે રાખી પૂછપરછ કરવા માટે રિમાન્ડ અનિવાર્ય હોવાની દલીલો કરી હતી.જોકે કોર્ટ તેના 22 મેના સાંજ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.




