મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: હૈદરાબાદમાં સર્વિસ સેન્ટરમાં ભીષણ આગ! સેંકડો કાર બની ગઈ રાખ, સદનસીબે જાનહાનિ ટળી

VIDEO: હૈદરાબ

VIDEO: હૈદરાબાદના અંબરપેટ વિસ્તારમાં આજે તે સમયે અફરાતફરી મચી ગઈ જ્યારે ત્યાં આવેલા મહિન્દ્રા રેનો સર્વિસ સેન્ટરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી. આગ એટલી વિકરાળ હતી કે સર્વિસ સેન્ટરમાં ઉભેલી અનેક ગાડીઓ તેની ઝપેટમાં આવી ગઈ હતી અને આકાશમાં ધુમાડાના ગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જોકે, સર્વિસ સેન્ટરમાં રાખવામાં આવેલી કારો અને મશીનરીને મોટું નુકસાન થયું હતું.પરંતુ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો