VIDEO: લોકરક્ષક કેડરની લેવાયેલી લેખિત પરીક્ષાના ગુણ જાહેર કરાયા
લોકરક્ષક કેડરની 14 જૂન, 2026ના રોજ લેવાયેલી લેખિત પરીક્ષાના ભરતી બોર્ડે ગુણ જાહેર કર્યા છે. ભરતી બોર

લોકરક્ષક કેડરની 14 જૂન, 2026ના રોજ લેવાયેલી લેખિત પરીક્ષાના ભરતી બોર્ડે ગુણ જાહેર કર્યા છે. ભરતી બોર્ડે પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોના ગુણ જાહેર કર્યા છે, ત્યારે ઉમેદવારો પોતાનો રોલ નંબર, કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ સહિતની વિગત નાખીને પોતાના માર્ક્સ જોઈ શકશે. ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જઈને ઉમેદવારો પોતાના રોલ નંબર સહિતની વિગતો ભરીને માર્ક્સ જોઈ શકશે. આગામી 26 જુલાઈ સુધીમાં ઉમેદવારોએ વેબસાઈટ પર માર્ક્સ ચેક કરી શકશે. મહત્વનું છે કે લોકરક્ષક કેડરની કુલ 12 હજાર 733 જગ્યાઓ માટે 14 જૂને 879 શાળા-કોલેજોમાં 2.63 લાખથી વધુ ઉમેદવારોની લેખિત પરીક્ષા યોજાઈ હતી. લોકરક્ષક કેડરની શારીરિક પરીક્ષાનું પરિણામ ગત 2 એપ્રિલ, 2026ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું.




