VIDEO: શિમલામાં નશાના કારોબારને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે સ્થાનિક પોલીસનું એન્ટી-ડ્રગ્સ ઓપરેશન
હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં નશાના કારોબારને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે
હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં નશાના કારોબારને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે સ્થાનિક પોલીસ દ્વારા મોટા પાયે એન્ટી-ડ્રગ્સ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. શિમલા પોલીસની વિશેષ ટીમો દ્વારા નશીલા પદાર્થોની તસ્કરી કરતા આંતરરાજ્ય અને સ્થાનિક રેકેટોનો પર્દાફાશ કરવા માટે સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે.પોલીસ પ્રશાસનના જણાવ્યા અનુસાર, યુવાધનને નશાના રવાડે ચડાવતા પેડલર્સ અને મુખ્ય સપ્લાયર્સ પર કડક નજર રાખવામાં આવી રહી હતી અને ગુપ્ત માહિતીના આધારે શંકાસ્પદ સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું શિમલા પોલીસે જનતાને પણ અપીલ કરી છે કે જો તેમની આસપાસ કોઈ પણ નશાનો ગેરકાયદેસર કારોબાર થતો જોવા મળે, તો તાત્કાલિક પોલીસને જાણ કરે જેથી કરીને આ દૂષણને અટકાવી શકાય. પોલીસ આ ઓપરેશન અંતર્ગત અત્યાર સુધીમાં અનેક શંકાસ્પદોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી


