મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના શાપર ગામમાં સેન્ડ સ્ટોનનું ગેરકાયદેસર ખોદકામ ઝડપાયું

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના શાપર ગામ નજીક સરકારી

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના શાપર ગામ નજીક સરકારી જમીનમાં ચાલી રહેલું સેન્ડ સ્ટોનનું ગેરકાયદેસર ખોદકામ પોલીસે બાતમીના આધારે રેડ પાડીને ઝડપી પાડ્યું છે. સાયલા પોલીસના પી.આઈ. ઉપાધ્યાયની ટીમ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં હિટાચી મશીન સહિત અંદાજે 50 લાખ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરી ખાણ ખનીજ કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં રણછોડ રબારી અને સામંત રબારી નામના શખ્સો આ ગેરકાયદે ખનન કરતા હોવાનું બહાર આવ્યું છે. હાલ ખનીજ વિભાગ દ્વારા પંચનામું કરી દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ત્યારે આ મામલે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવશે કે કેમ તે અંગે સ્થાનિક પંથકમાં ભારે ચર્ચાઓ જાગી છે.

આ સમાચાર શેર કરો