VIDEO: ડિબ્રુગઢ શહેરમાં પડ્યા કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટાં, વરસાદની આગાહી વચ્ચે લોકોને સાવચેતી રાખવા અપીલ
આસામના ડિબ્રુગઢ શહેરમાં હવામાનમાં અચાન

આસામના ડિબ્રુગઢ શહેરમાં હવામાનમાં અચાનક પલટો આવતા શહેરના વિવિધ ભાગોમાં ભારે પવન, ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. કાળઝાળ ગરમી વચ્ચે આવેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં સ્થાનિક લોકોએ ગરમીથી મોટી રાહત અનુભવી છે. જોકે, ભારે પવન અને ગાજવીજના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું અને વીજ પુરવઠો પણ ખોરવાયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી થોડા દિવસો સુધી આસામના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને વીજળીના કડાકા સમયે સુરક્ષિત સ્થળે રહેવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.



