મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: હૈદરાબાદમાં 'ગૅસ માફિયા'નો પર્દાફાશ: કબ્રસ્તાનમાંથી 414 સિલિન્ડર જપ્ત, 10 શખ્સોની ધરપકડ

VIDEO: હૈદરાબાદમાં ગૅસ સિલિન્ડરના કાળાબજારનો પર્દાફાશ થ

VIDEO: હૈદરાબાદમાં ગૅસ સિલિન્ડરના કાળાબજારનો પર્દાફાશ થયો છે.. પોલીસ ટાસ્ક ફોર્સે કબ્રસ્તાનમાંથી 414 સિલિન્ડર જપ્ત કરી 10 શખ્સોની ધરપકડ કરી છે.

હૈદરાબાદ ટાસ્ક ફોર્સ અને પંજાગુટ્ટા પોલીસે ગૅસ સિલિન્ડરના ગેરકાયદે વેચાણના મોટા રેકેટનો પર્દાફાશ કરી 10 આરોપીઓની ધરપકડ કરી છે.. આ કાર્યવાહી દરમિયાન કુલ 414 ગૅસ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે.. મુખ્ય આરોપી મોહમ્મદ આમિર, જે અફઝલગંજમાં મેટ્રો ગૅસ એજન્સી ચલાવે છે, તે પંજાગુટ્ટા વિસ્તારના એક કબ્રસ્તાનમાં ગેરકાયદેસર રીતે સિલિન્ડરનો સંગ્રહ કરતો હતો.. ડેપ્યુટી પોલીસ કમિશનર ગાયકવાડ વૈભવ રઘુનાથના માર્ગદર્શન હેઠળ આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો