મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO/ બંગાળમાં EDનો સપાટો: કોલકાતામાં ઉચ્ચ પોલીસ અધિકારી અને ઉદ્યોગપતિના ઠેકાણે દરોડા

કોલકાતા: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં આજે વહેલી સવારથી જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (

કોલકાતા: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં આજે વહેલી સવારથી જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ કોલકાતા પોલીસના ડેપ્યુટી કમિશનર (DC) અને એક જાણીતા ઉદ્યોગપતિ સાથે જોડાયેલા ત્રણ સ્થળો પર એકસાથે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહીને પગલે બંગાળના રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

કોણ છે તપાસના નિશાન પર?

મળતી માહિતી મુજબ, EDની ટીમો કોલકાતા પોલીસના ડેપ્યુટી કમિશનર શાંતનુ સિંહા બિસ્વાસ અને 'સન એન્ટરપ્રાઇઝ'ના મેનેજિંગ ડિરેક્ટર જોય કામદાર સાથે જોડાયેલા ઠેકાણાઓ પર સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, શાંતનુ સિંહા બિસ્વાસના બે નિવાસસ્થાનો અને જોય કામદારના એક સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી છે.

મની લોન્ડરિંગના આરોપમાં કાર્યવાહી

આ સમગ્ર કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોના પપ્પુ અને જોય કામદાર કેસમાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારોની કડીઓ તપાસતી વખતે પોલીસ અધિકારી શાંતનુ સિંહાનું નામ સામે આવ્યું હતું. કરોડો રૂપિયાના શંકાસ્પદ લેવડ-દેવડ અને તેના મૂળ સુધી પહોંચવા માટે ED આ દરોડા પાડી રહી છે.

વહીવટી તંત્રમાં ભારે ફફડાટ

બંગાળમાં અગાઉ પણ અનેક મંત્રીઓ અને નેતાઓ EDની રાડારમાં આવી ચૂક્યા છે, પરંતુ હવે સીધા જ ઉચ્ચ પોલીસ અધિકારીના ઘરે તપાસ પહોંચતા પોલીસ વિભાગમાં પણ ચિંતાનો માહોલ છે. દરોડા દરમિયાન મહત્ત્વના દસ્તાવેજો, ડિજિટલ પુરાવા અને નાણાકીય ટ્રાન્ઝેક્શનની વિગતો તપાસવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો