VIDEO: હિંમતનગર બાયપાસ હાઈવે પર હાથમતી નદી પરનો બ્રિજ બન્યો નદી, અડધો ફૂટથી વધુ પાણી ભરાયું
સાબરકાંઠા જિલ્લામાં કોન્ટ્રાક્ટરોએ કામગીરી દરમિયાન આચરેલા કરતુતો હવે બહાર આ
સાબરકાંઠા જિલ્લામાં કોન્ટ્રાક્ટરોએ કામગીરી દરમિયાન આચરેલા કરતુતો હવે બહાર આવી રહ્યા છે. સામાન્ય રીતે નદી પણ બનાવેલા પુલ પર પાણી નથી હોતા, જોકે હિંમતનગરમાં આનાથી અવળું છે. હિંમતનગરના બાયપાસ રોડ ઉપર હમણાં એક વર્ષ પહેલાં બનાવેલા બ્રિજ પર નદી વહે છે. કોન્ટ્રાક્ટરોએ આચરેલી બેદરકારીના કારણે હિંમતનગરમાં ઉપર નીચે એમ બે નદી જોવા મળી રહી છે.
હાથમતી બ્રિજ પર અડધા ફૂટથી વધુ પાણી
હાથમતી બ્રિજ ઉપર વાહન વ્યવહાર ભરચક રહેતો હોય છે.મોટા અંબાજી, માઉન્ટ આબુ , મહેસાણા તરફ જે વાહનચાલકોએ જવાનું હોય તેમને આ બ્રિજ ઉપરથી પસાર થવાનું હોય છે.જોકે કોન્ટ્રાક્ટરે કરેલા કાળા ધોળામાં આ બ્રિજ બ્રીજના રહેતા હાલમાં નદી બની ગયો છે..ઠેરઠેર રોડ તૂટી ગયો છે.આમ છતાં આ રોડ કોન્ટ્રાક્ટર સામે હાઈવે ઓથોરિટી નત મસ્તક બની ગઈ છે.. અને વાહન ચાલકોએ ચાલુ વરસાદમાં નદી ઉપર બનાવેલા બ્રિજ ઉપર અડધો ફૂટ થી વધુ પાણીમાંથી પસાર થવું પડી રહી છે.



