VIDEO: આણંદની અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી માટે ભાજપે વધુ 8 ઉમેદવારો જાહેર કર્યા
VIDEO: આણંદના અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી માટે
VIDEO: આણંદના અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી માટે ભાજપે વધુ 8 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. અમૂલના ઈતિહાસમાં પહેલી વખત ભાજપે મેન્ડેટ દ્વારા પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. આ અગાઉ ભાજપે 4 અને વ્યક્તિગત બેઠકમાં 1 ઉમેદવારની ઉમેદવારી નોંધાવી હતી. જો કે, સમર્થકો સાથે 8 નવા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી, જેનાથી કુલ 13 બેઠકો પર ભાજપના ઉમેદવારો મેદાનમાં છે. ત્રણેય જિલ્લાના ભાજપ સંગઠનના લોકોને તમામ બેઠકો જીતવાનો વિશ્વાસ છે.
સરકારી પ્રતિનિધિની નિમણૂક કરી વાઇસ ચેરમેનમાંથી કોંગ્રેસનો સફાયો
અમૂલ ડેરીમાં 2020માં ભાજપે સત્તા હસ્તગત કરી હતી અને ત્રણ સરકારી પ્રતિનિધિઓની નિમણૂક કરી હતી. બહુમતિના આધારે વાઇસ ચેરમેન અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારને વાઇસ ચેરમેન પદે અને રામસિંહ પરમારને ચેરમેન પદેથી દૂર કરાયા હતા. બાદમાં આણંદ વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ સોઠાને ભાજપમાં પ્રવેશ આપીને ડેરીના વાઇસ ચેરમેન બનાવ્યા હતા.




