મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: ANDARNI VAAT / અનંતનાગના ચિત્તરગુલમાં વાદળ ફાટતાં તબાહી, સફરજનના બગીચા અને ખેતરો ગરકાવ!

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના ચિત્તરગુલ વિસ્તારમાં અચાનક

તસવીર: GSTV

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના ચિત્તરગુલ વિસ્તારમાં અચાનક વાદળ ફાટવાની કરુણ ઘટના સામે આવી છે, જેના કારણે સ્થાનિક જનજીવન અને ખેતીવાડીને ભારે નુકસાન પહોંચ્યું છે. આ કુદરતી આપદાના કારણે પહાડો પરથી વહી આવેલા પાણી અને કાંપના ધસમસતા પ્રવાહે વિસ્તારના સફરજનના બગીચાઓ તથા કૃષિ જમીનોને મોટા પાયે ક્ષતિગ્રસ્ત કર્યા છે. સેકન્ડોમાં જ કાદવ અને પાણીનો પ્રવાહ ખેતરોમાં ફરી વળ્યો હતો, જેનાથી ખેડૂતોની આખા વર્ષની મહેનત પાણીમાં ફેંકાઈ ગઈ છે. અચાનક આવેલી આ આફતને કારણે સ્થાનિક ખેડૂતો અને બગીચા માલિકો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે અને તેમની રોજીરોટી પર ગંભીર સંકટ આવી પડ્યું છે. આ ઘટના બાદ પીડીપી રાજ્ય સચિવ ગુલઝાર અહમદ વાનીએ પણ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે સરકાર અને સ્થાનિક તંત્ર પાસે પીડિત ખેડૂતોને તાત્કાલિક ધોરણે વળતર આપવાની અને આર્થિક મદદ પૂરી પાડવાની જોરદાર માંગ કરી છે..

VO 02

ઘટના અંગે માહિતી મળતાં જ બાગાયત વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે હરકતમાં આવી હતી અને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી ગઈ હતી. બાગાયત વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, વાદળ ફાટવાથી થયેલા નુકસાનનું ચોક્કસ મૂલ્યાંકન કરવા માટે સ્થાનિક સ્તરે સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ ખાતરી આપી છે કે ક્ષતિગ્રસ્ત સફરજનના ઝાડ અને પાકના નુકસાનનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરીને ઉચ્ચ અધિકારીઓ અને સરકારને સુપ્રત કરવામાં આવશે. આ રિપોર્ટના આધારે પીડિત બગીચા માલિકો અને ખેડૂતોને બાગાયત નીતિ હેઠળ યોગ્ય સહાય અને રાહત ચૂકવવામાં આવશે. હાલમાં તબાહીના આક્રંદ દ્રશ્યો અને તંત્ર દ્વારા ચાલી રહેલી તપાસ કામગીરી સ્પષ્ટપણે જોઈ શકાય છે. તંત્ર દ્વારા ગ્રામજનોને સુરક્ષિત રહેવા અને હવામાન વિભાગની આગાહીઓ પર નજર રાખવા અપીલ કરવામાં આવી છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો