મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV ઓરિજિનલ

VIDEO: ANDARNI VAAT / રામબનના પરનોટમાં ભારે વરસાદથી જમીન ધસી પડતાં ૩૦૦ મીટર રસ્તો ધોવાયો!

જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં તાજેતરમાં પડેલા ભા

તસવીર: gstv

જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે પરનોટ ગામમાં મોટી ભેખડ ધસી પડવાની સાથે જમીન ધસી જવાની ગંભીર ઘટના સામે આવી છે. આ કુદરતી આફતના કારણે રામબન-ગુલ માર્ગનો આશરે ૩૦૦ મીટર જેટલો મોટો હિસ્સો સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે, જેના પગલે વાહનવ્યવહાર પૂરઝડપે ઠપ થઈ ગયો છે. માર્ગ બંધ થતાં જ સ્થાનિક પ્રશાસન તાત્કાલિક ધોરણે હરકતમાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રામબનના ડેપ્યુટી કમિશનર મોહમ્મદ અલિયાસ ખાન અને એસએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓએ પનૌટના અસરગ્રસ્ત વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ માર્ગ બંધ થવાથી આસપાસના અનેક વિસ્તારોનો સંપર્ક કપાઈ જતાં જનજીવન પર વિપરીત અસર પડી છે..

સ્થિતિને પૂર્વવત બનાવવા અને રોડ કનેક્ટિવિટી ઝડપથી પુનઃસ્થાપિત કરવા માટે પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. સ્થળ પર જેસીબી અને અન્ય ભારે મશીનરી સાથે મોટું માનવબળ તૈનાત કરવામાં આવ્યું છે, જે અવિરતપણે રસ્તો સાફ કરવાની કામગીરી કરી રહ્યું છે. માર્ગ ટૂંક સમયમાં ખુલ્લો કરી શકાય તે માટે વધુ મશીનરી ઉમેરવા અંગેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જોખમી વિસ્તાર હોવાથી પ્રશાસને લોકોને જમીન ધસી ગયેલી જગ્યા તરફ ન જવાની સલાહ આપી છે. સંબંધિત વિભાગ દ્વારા દિવસ-રાત જોયા વગર નોન-સ્ટોપ કામગીરી ચાલુ રાખવામાં આવી છે, જેથી આ મહત્વપૂર્ણ માર્ગને વહેલી તકે વાહનવ્યવહાર માટે સુરક્ષિત રીતે ખુલ્લો કરી શકાય..

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો