VIDEO: મીની વેકેશનમાં પાવાગઢમાં પ્રવાસીઓનો ભારે ધસારો, ખુશનુમા વાતાવરણનો આનંદ
તહેવારની રજાઓ અને વિકેન્ડ એકસાથે આવતા હાલમાં મીની વેકેશનનો માહોલ જોવા મળી રહ્યો છે.

તહેવારની રજાઓ અને વિકેન્ડ એકસાથે આવતા હાલમાં મીની વેકેશનનો માહોલ જોવા મળી રહ્યો છે. મીની વેકેશન માણવા રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. યાત્રાધામ પાવાગઢમાં પણ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. લિંક હોલીડેનો લાભ લઈ ઉત્તર અને મધ્ય ભારતના ટુર ઓપરેટર્સે ગુજરાતના પ્રવાસન સ્થળોને આવરી લેતા ચાર દિવસના ટુર પેકેજ ગોઠવ્યા છે. જેમાં દ્વારકા, સોમનાથ, એકતાનગર અને પાવાગઢનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના પગલે બહારના રાજ્યોમાંથી આવેલા પ્રવાસીઓની સંખ્યા વધી છે. સાથે જ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પણ યાત્રિકો પાવાગઢ પહોંચ્યા છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે પ્રવાસીઓ ખુશનુમા આબોહવા અને પ્રકૃતિની સુંદરતાનો આનંદ માણી રહ્યા છે.




