VIDEO: જેતપુર અને યાત્રાધામ વીરપુર પંથકમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો
રાજકોટ જિલ્લાના જેતપુર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં અચાન

રાજકોટ જિલ્લાના જેતપુર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. યાત્રાધામ વીરપુર સહિતના આસપાસના ગામોમાં સવારથી જ અસહ્ય બફારા અને ઉકળાટ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. મુસળધાર વરસાદ વરસતા જ ટૂંક સમયમાં રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ સાર્વત્રિક વરસાદના કારણે સમગ્ર પંથકના વાતાવરણમાં ઈષ્ટતમ ઠંડક પ્રસરી ગઈ છે. ચોમાસુ પાક માટે વરસાદ અત્યંત ગુણકારી સાબિત થતાં પંથકના ખેડૂતોમાં આનંદ અને ખુશીનો માહોલ છવાઈ ગયો છે.




