મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: હરરાવાલાથી વેરાવળની સ્પેશિયલ ટ્રેનને CM ધામીએ ફ્લેગ ઓફ કરી

ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનથી સોમનાથ મહાદેવના ભક્તો માટે એક મોટા અને ખુશીના સમાચાર

તસવીર: GSTV

ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનથી સોમનાથ મહાદેવના ભક્તો માટે એક મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા હતા . સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હરરાવાલા રેલવે સ્ટેશનથી ગુજરાતના વેરાવળ માટેની એક વિશેષ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ખાસ ટ્રેન દ્વારા દેવભૂમિ ઉત્તરાખંડના શ્રદ્ધાળુઓ પવિત્ર જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લઈ શકશે. ટ્રેનને ફ્લેગ ઓફ કરતી વખતે મુખ્યમંત્રી ધામીએ તમામ યાત્રીઓને સુખદ પ્રવાસની શુભેચ્છાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે આ પ્રકારના આયોજનોથી ઉત્તરાખંડ અને ગુજરાત વચ્ચેના સાંસ્કૃતિક અને ધાર્મિક સંબંધો વધુ મજબૂત બનશે. આ પ્રસંગે રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર શેર કરો